AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નેપસેક સ્પ્રેયરમાં ઉદ્ભવતી કેટલીક મુશ્કેલીઓ અને તેનું નિવારણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નેપસેક સ્પ્રેયરમાં ઉદ્ભવતી કેટલીક મુશ્કેલીઓ અને તેનું નિવારણ
પુરતી સારસંભાળ અને કાળજી ન રાખવામાં આવે તો જ્યારે આપણે ખેતરમાં દવા છાંટવા જઇએ ત્યારે સ્પ્રેયર બરાબર ન ચાલવાને કારણે રીપેરીંગ માટે પરત આવવું પડે છે. જેને લીધે સમયની સાથે સાથે દવા છંટકાવની તક પણ ગુમાવવી પડે છે. અનુભવે કેટલીક આવતી સામાન્ય સમસ્યા અને તેનું નિવારણ અહીં બતાવેલ છે, જે ખેડૂતોને ઉપયોગી થઇ પડશે. 1. સમસ્યા: પંપની નીચે આવેલ પીવીસી પીસ્ટન પીસ્ટન-વેલમાં બરાબર બેસતો ન હોય. નિવારણ: પીવીસી પીસ્ટન ઘસાઇ ગયો હોય અથવા તૂટી ગયો હોય, તેને બદલી નાંખો. એક પીવીસી પીસ્ટન સાથે અવશ્ય રાખવો. 2. સમસ્યા: ડીલીવરી વાલ્વ તેની સીટ ઉપર ચોંટી જવું. નિવારણ: ડીલીવરી વાલ્વને ખોલી તેમાં જામેલ કાટ દુર કરો અને કચરો ભરાઇ ગયો હોય તો સાફ કરી ફરીથી ફીટ કરો. 3. સમસ્યા: નોઝલમાં બરાબર ફુવારો ન ઉડવો.
નિવારણ: • નોઝલમાં કચરો ભરાઇ ગયો હોય તો તેને ખોલી સ્વીરલ પ્લેટ જૂઓ અને પાતળા તાર વડે સાફ કરી ફરી બેસાડો. મોઢાથી ફૂક મારી કદાપી નોઝલ સાફ કરવી નહિ. • ડીસચાર્જ લાઇનના સાંધામાં લીકેજ હોય તો ત્યાં જરુર જણાય તો ગાસ્કેટ મૂકો. • નોઝલનો અંદરનો ભાગ બરાબર બંધ બેસતો ગોઠવેલ ન હોય તો ગોઠવેલ નોઝલને ખોલી અંદરની સ્વીરલ પ્લેટ, ઓરિફીસ પ્લેટ અને ગાસ્કેટને બરાબર બંધ બેસતી ગોઠવો. • કટ ઓફ વાલ્વમાં કચરો ભરાઇ ગયો હોય તો કટ ઓફ વાલ્વની કોટરપીન ખોલીને તેમાં પ્રવાહી પ્રસાર થવાનું છિદ્ર તપાસો અને જો કચરો ભરાઇ ગયો હોય તો કડક વાયર કે ખીલી વડે સાફ કરો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
46
2
અન્ય લેખો