AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નેટ હાઉસ માં કાકડીની ખેતીએ કરવી લાખો ની કમાણી !!
સફળતાની વાર્તાએગ્રોસ્ટાર
નેટ હાઉસ માં કાકડીની ખેતીએ કરવી લાખો ની કમાણી !!
🥒બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અન્વયે ખેડૂતોને અનેક લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે. રાજ્યના બાગાયત વિભાગની રક્ષિત ખેતીની ફ્લેગશીપ યોજનાના લાભ દ્વારા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામના પ્રગતિશીલ ખેડૂતે જુદું કરી બતાવ્યું છે.પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈ મધુભાઈ નાકરાણીએ પહેલા ગ્રીન હાઉસ અને હવે નેટ હાઉસની ખેતી દ્વારા કાકડીનું વાવેતર કરીને સોનેરી સફળતાનો સ્વાદ ચાખ્યો છે. રજનીભાઈએ હાલમાં એક એકર જમીનમાં નેટ હાઉસ પદ્ધતિ દ્વારા કાકડીનું વાવેતર કર્યુ છે. આ વાવેતરમાં તેમણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ પ્રથમ વર્ષે જ આશરે 30-40 ટન ઉત્પાદન મળવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે. 👉નેટ હાઉસ બાદ ગ્રીન હાઉસની ખેતીનો સફળ પ્રયોગ :- નેટ હાઉસ ખેતી વિશે માહિતી આપતા ખેડૂત રજનીભાઈ નાકરાણીએ જણાવ્યુ કે, આશરે ૧૦ વર્ષ પહેલાં ગ્રીન હાઉસ શરુ કર્યા હતા. મારા મિત્રએ ઈઝરાયેલમાં આ ગ્રીન હાઉસ નિહાળ્યા બાદ આ પદ્ધતિથી ખેતી કરવા માટે મને સૂચન કર્યુ હતુ. નેટ હાઉસ તૈયાર કરવા માટે બાગાયત વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૫ ટકા જેટલી સહાય અમે મેળવી છે. ખેતી માટે થતાં ખર્ચ સામે પહોંચી વળવામાં આ સહાય થકી અમને આર્થિક રીતે મદદ મળી છે. એક એકરમાં ૪૦૦૦ ચો.ફૂટના બે નેટ હાઉસ અહીં તૈયાર કર્યા છે. આ નેટ હાઉસમાં કાકડીના કુલ ૧,૮૭,૦૦૦ વેલા વાવ્યા છે. નેટ હાઉસના આ પ્રોજેક્ટ પાછળ થયેલા કુલ ખર્ચ વિશે રજનીભાઈએ ઉમેર્યુ કે, એક એકરના બે નેટહાઉસ તૈયાર કરવા આશરે રુ.૨૧ લાખ જેટલો ખર્ચ થયો હતો. આ પૈકી કેન્દ્ર સરકારની ૫૦ ટકા અને રાજ્ય સરકારની ૧૫ ટકા એમ કુલ મળીને ૬૫ ટકા એટલે કે રુ.૧૬ લાખ રૂપિયાની સબસિડી આ ખેતી માટે મેળવી છે. 👉નેટ હાઉસની શું છે ખાસિયત :- નેટ હાઉસ દ્વારા કાકડીના ઉત્પાદનમાં પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઘણી ઓછી રહે છે. ફક્ત ૨૦ ટકા પાણીમાં જ વધુ સારી રીતે આ ઉત્પાદન મેળવી શકાય છે. યોગ્ય માવજત રાખવાથી નેટ હાઉસના ઉત્પાદનને સુરક્ષિત રાખી શકાય અને ફૂગ સહિતના અન્ય પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં ડામી શકાય છે. 👉કેટલી થશે અંદાજિત આવક :- કાકડીની ખેતી પારંપારિક ખેતી સામે પડકારજનક વિકલ્પ હોઈ શકે કે નહીં? આ સવાલના જવાબમાં પ્રગતિશીલ ખેડૂત રજનીભાઈએ જણાવ્યુ કે, આધુનિક ઢબની આ ખેતીની સરખામણીએ પારંપારિક ખેતીની જણસોના ઉત્પાદન અને આવકમાં ઘણું અંતર જોવા મળી શકે છે. દા.ત. આ વર્ષે જો અમે ૪૦ ટન જેટલું ઉત્પાદન મેળવીએ તો રુ.૧૮ લાખની અંદાજિત આવક થઈ શકે છે. જે અન્ય પાકમાં આટલી જમીનમાં ક્યારેય શક્ય નથી. કાકડીની ખેતીમાં થતી આવકમાં ૫૦ ટકા રકમ ખર્ચની હોય છે. 👉કોઈપણ ખેડૂત અરજદાર કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો 'આઈ ખેડૂત' પોર્ટલ પરથી અરજી કરી શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
1