AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નીલગાય પાકની આસપાસ પણ નહીં ફરકે
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
નીલગાય પાકની આસપાસ પણ નહીં ફરકે
⭕ખેડૂતોને ખેતરમાં વાવણીથી લઈને પાક કાપવા સુધી સખત મહેનત કરવી પડે છે. પરંતુ નીલગાય જેવા વન્ય પ્રાણીઓ પાકનો નાશ કરે છે. જેના કારણે તેમને ઘણું નુકસાન થાય છે. જેથી તેમની તમામ મહેનત પાણીની જેમ ધોવાઈ જાય છે. તેનાથી બચવા માટે ખેડૂતો વિવિધ પ્રયાસો કરે છે. ⭕પરંતુ, આજે અમે તમને ઘરે જ તૈયાર કરી શકાય એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખેતરમાં છાંટવામાં આવે તો, જંગલી જાનવરો પાકની આસપાસ પણ ભટકતા નથી. ખાસ વાત એ છે કે આમાં ખેડૂતને કોઈ ખર્ચ થતો નથી. ⭕ખેડૂતો લીમડાના પાન અને છાણના પાણીમાંથી આવું ચમત્કારિક દ્રાવણ બનાવી શકે છે, જે પાકને પ્રાણીઓથી બચાવી શકે છે. આ મિશ્રણ એટલું કારગર છે કે, તેનો છંટકાવ કરવાથી પ્રાણીઓ પાકની નજીક પણ જતા નથી. જો તેઓ ખેતરની નજીક આવે તો પણ પાક માંથી ગંધ આવતા જ તે ખેતરમાંથી ભાગી જાય છે. ⭕આ મિશ્રણ બનાવવા માટે એક કિલો લીમડાના પાનને પીસીને તેમાં 1 કિલો ગાયનું છાણ અને 20 લિટર પાણી ભેળવીને 10 કલાક સુધી રાખી મૂકો. મિશ્રણ તૈયાર થઈ જશે. પછી તેનો પાકમાં છંટકાવ કરો. લીમડાના પાનની કડવાશને કારણે પશુઓ પાક ખાવા નજીક આવશે નહીં. ગાયના છાણની તીવ્ર ગંધને કારણે પ્રાણીઓ તેની ગંધ આવતા જ ભાગવા લાગશે. ⭕જો ખેડૂતો આ દ્રાવણનો ઉપયોગ કરે તો પાકમાં જંગલી પ્રાણીઓ તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ રહેશે નહીં. આ ઉપરાંત, ખેડૂતોને તેમના પાકની રક્ષા કરવા માટે દિવસ-રાત જરૂરી મહેનત, તારની ફેન્સીંગ, વાડ વગેરે જેવી વ્યવસ્થા કરવા માટે નાણાં ખર્ચવા પડશે નહી. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
107
0
અન્ય લેખો