AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ના હોય 'ATM' ખેતી !! શિક્ષિત ખેડૂત નો શાનદાર જુગાડ !
સ્માર્ટ ખેતીઝી ન્યુઝ
ના હોય 'ATM' ખેતી !! શિક્ષિત ખેડૂત નો શાનદાર જુગાડ !
💎 ડીસાના રસાણા ગામના એક શિક્ષક ખેડૂતે એટીએમ ખેતી શરૂ કરી છે. એટીએમ પ્રકારની ખેતીમાં કોઈપણ સિઝનમાં "એની ટાઈમ મની" ઉત્પન્ન કરી શકાય છે. 💎 લાખણી તાલુકાની એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, સાથે સાથે તેઓ વારસાઇ ખેતીનો વ્યવસાય પણ કરી રહ્યા છે.તેમણે પોતાના ખેતરના 3 વિઘાના ભાગમાં એટીએમ ફૂડ ક્રોપનું વાવેતર કર્યું. જેમાં ભગવાનભાઈએ 6 માસ આગાઉ પોતાના આ ખેતરમાં 15 જેટલા ઇન્ટર ક્રોપિંગનું વાવેતર કર્યું છે. જોકે આ ઇન્ટર ક્રોપિંગની ખેતીની સાથે સાથે સામાન્ય ખેતી તો આ જમીનમાં થઈ જ શકે છે. ભગવાનભાઈએ ઇન્ટર ક્રોપિંગ ખેતી કરવાની બનાવેલી રોવની વચ્ચે ઘઉં અને તમાકુનું વાવેતર તો કર્યું જ છે. 🥭 ઈન્ટર ક્રોપિંગ ખેતી થકી તેમની આવક અટકશે નહીં. જોકે આ ઇન્ટર ક્રોપિંગ ખેતી બારેમાસ થતી ખેતી છે, જે થકી આ ખેતીમાંથી ફળફળાદી વેચી કોઈ પણ સમયે પૈસા ઉત્પન્ન કરી શકાય છે. તેથી આ ખેતીનું નામ પણ એટીએમ ફૂડ ક્રોપ રાખવામાં આવ્યું છે. 🌾 ભગવાનભાઈએ તેમના 3 વીઘા ખેતરમાં 22 રો બનાવી તેમા આંબા, ચીકુ, અંજીર, કેળ, સરગવા, પપૈયા સહિત અલગ અલગ 15 પ્રકારનાં ફળોનું વાવેતર કર્યું છે. જોકે આ ખેતી કરવામાં ભગવાનભાઈને રૃપિયા 1 લાખ જેટલો ખર્ચ થયો છે. જોકે આવનારા સમયમાં આ ખેતી થકી ભગવાનભાઈ પોતાની સામાન્ય ખેતીની સાથે સાથે વાર્ષિક અંદાજીત 5 થી 6 લાખ રૂપિયા વધુ નફો મેળવી શકશે. 🌾 મેં આ પ્રકારની ખેતી એ માટે કરી કે આપણે ગમે ત્યારે કોઈપણ સીઝનમાં આમાંથી પૈસા મેળવી શકીએ છીએ. મેં કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી તાલીમ મેળવીને ખેતી શરૂ કરી. જેનુ મને સારુ ફળ મળ્યું. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
1