AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
🚜ના હોય, બેટરીથી ચાલતી સાઈકલ અને મીની ટ્રેકટર !
ટ્રેક્ટર દિવ્ય ભાસ્કર
🚜ના હોય, બેટરીથી ચાલતી સાઈકલ અને મીની ટ્રેકટર !
🌀 સાઈકલનો ભાવ રૂપિયા 12 હજાર જ્યારે ટ્રેક્ટરનો ભાવ રૂપિયા 4થી 5 લાખ. 🌀 યુવાનોએ ખાનગી કંપની ઉભી કરી રોજગારી મેળવવા પ્રયાસ કર્યો. વડાપ્રધાન એ મેક ઇન ઇન્ડિયાની જે વાત કરી હતી તેને અમરેલીના 2 યુવાનોએ સાર્થક કરી છે. આ બે યુવાનોએ બેટરીથી ચાલતી સાઇકલ અને બેટરીથી ચાલતું મીની ટ્રેક્ટર બનાવ્યું છે. યુવાનોએ સાઇકલ અને મીની ટ્રેક્ટરના પાર્ટ્સ બહારથી લાવીને બેટરી સંચાલિત સાઈકલ અને મીની ટ્રેક્ટર બનાવ્યાં છે. અમરેલીના બે યુવાન પીયૂષભાઈ અને હિતેશભાઈ દ્વારા આ પ્રથમ એક હોલ બનાવી તેમાં શુભારંભ કર્યો છે. હાલ આ બંને સાઇકલ અને ટ્રેક્ટર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. 🚲 સાઇકલ 1 વાર ચાર્જ કર્યા બાદ 3 કલાક સુધી ચાલે છે. પેડલથી જ સાઈકલ ચાલે છે. દેશમાં પ્રથમ વખત અમરેલીના યુવાનો એ પેરકોન નામની કંપની બનાવી બેટરીથી ચાલતી સાઈકલ અને મીની ટ્રેક્ટર બનાવ્યાં છે. જેમાં સાઈકલ પહાડી વિસ્તારમાં ચાલી શકે તેવી રીતે બનાવી છે. ત્યારે સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ યુવાનોને બિરદાવી કહ્યું કે, આ નવ યુવાનોએ દેશને નવી ભેટ આપી છે. 🚲 જિલ્લામાં રોજગારીની તક ઉભી થશે: ભવિષ્યમાં ઇલોક્ટ્રીક સાઈકલ લોકો ઉપયોગ કરવાના છે. આ વાતને ધ્યાનમાં રાખી અમરેલી શહેરના આ બંને યુવાનોએ લોકો સમક્ષ સાઈકલ અને મીની ટ્રેક્ટર બનાવ્યાં છે. ઈલોકટ્રીક સાઈકલ રૂપિયા 12000 થી લઈ જરૂરિયાત મુજબ ફેસિલિટી મુજબ ભાવ રહેશે. જ્યારે મીની ટ્રેકટરનો ભાવ રૂપિયા 4 લાખ થી 5 લાખ સુધીનો છે. આમ અમરેલીના બંને યુવાનોએ આ કંપની શરૂ કરતાં જિલ્લામાં રોજગારીની તક પણ સ્થાનીક લોકોને રહેશે. મીની ટ્રેક્ટર ખેતીમા પણ મુજબૂત સરળતાથી ખુબજ ઉપયોગમાં લઇ શકવાનો દાવો કરવામાં આવ્યો છે. 🚜 મીની ટ્રેક્ટર ખેતીમાં પણ ખૂબ ઉપયોગી બનશે: આ તકે અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા સહિત નેતા કાર્યકરો ઉપસ્થિત રહી આ બેટરીથી ચાલતા મીની ટ્રેક્ટર અને સાઈકલ ચલાવી હતી. માલિક પિયુષભાઈએ કહ્યું કે, આવનારા દિવસોમાં ડીઝલ-પેટ્રોલના ભાવ હજુ પણ વધશે. જેને ધ્યાનમાં લઈ આ સાઈકલ અને ટ્રેક્ટર બનાવવામાં આવ્યાં છે. તેમજ આનાથી લોકોને રોજગારી મળશે. ઉપરાંત મીની ટ્રેક્ટર ખેતીમાં પણ ખૂબ ઉપયોગી બનશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : દિવ્ય ભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
5