ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
નારીયેળ ના ખેડૂતો માટે આવી ગયું છે હવે વીમા કવચ !!
📢સામાન્ય ખેડૂતો માટે સુરક્ષા કવચ તરીકે ઉપલબ્ધ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જેમ, નારિયેળના ખેડૂતો માટે વીમા કવચ છે, જેમાં કેન્દ્ર, રાજ્ય અને ખેડૂતનું પ્રીમિયમ 50%, 25% અને 25% ના રેશિયોમાં છે. ખેડૂતોએ તેનો લાભ લેવો જોઈએ.
👉ગુજરાત મોડલની દેશ અને દુનિયામાં ચર્ચા થઈ :-
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ગુજરાતમાં નર્મદાનું પાણી લાવીને સમૃદ્ધિ ફેલાવી હતી, હવે રાજ્યમાં પીવા અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે પહેલા ગુજરાત દુષ્કાળના કારણે જાણીતું હતું, જ્યારે આજે તે હરિયાળીના કારણે જાણીતું છે. ગુજરાતમાં પ્રવાસન વિકાસ, રોજગારીની તકો, ઔદ્યોગિકરણ, રોકાણને અનુકૂળ વાતાવરણ, સુશાસન સહિત દરેક બાબતમાં વિકસિત ગુજરાત મોડલની દેશ અને દુનિયામાં ચર્ચા થઈ છે.
👉ખેડૂતોની આવકમાં ૧૦ ગણો વધારો થયો :-
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં એવા લાખો ખેડૂતો છે જેમની આવક બમણીથી ૧૦ ગણી થઈ છે. આ અંગે તેમણે કાશ્મીરના કેસર ખેડૂતોનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં સેફ્રોન પાર્કના વિકાસને કારણે તેનો ભાવ એક થી બે લાખ રૂપિયા પ્રતિ કિગ્રા મળે છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ આવા ૭૫ હજાર ખેડૂતોનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં આ ખેડૂતોએ જણાવ્યું છે કે તેમની આવક કેવી રીતે વધી છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.