AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નારંગી ના ખેતર માં ફળમાંથી રસ ચુસનાર પતંગિયા નું સંકલિત નિયંત્રણ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નારંગી ના ખેતર માં ફળમાંથી રસ ચુસનાર પતંગિયા નું સંકલિત નિયંત્રણ
સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ફળ ખરતા જોવા મળે છે . ફળ ખરવાનું મુખ્ય કારણ ફળ માંથી રસ ચુસનાર પતંગિયાનો વધતો ઉપદ્રુવ છે . સામાન્ય રીતે ફળો માં ૧૦ થી ૧૫ ટકા ફળ ખરવાનું કારણ આ રસ ચુસનાર પતંગીયા છે. (૧) પ્રકાશ પિંજર નો ઉપયોગ : જયારે ફળ પરિપક્વ થવાનો સમય હોય ત્યારે બગીચાના ચારે ખૂણા માં અને મધ્ય માં પ્રકાશના બલ્બ લગાવવા જોઈએ. તેના અસરકારક નિયંત્રણ માટે મરકયુરી નો બલ્બ લગાવી તેના નીચે પાણી માં કેરોસીન મિકસ કરી ને ભરેલું પાત્ર મુકવું . આ લાઈટ રાત ના ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ચાલુ રાખવી. (૨) નારંગીના બગીચામાં આજુબાજુ ઉગતા નિંદામણ દુર કરવા. (૩) જો શક્ય હોય તો ફળને પરિપક્વ થવાના સમયે કાગળ થી ઢાંકવા જોઈએ. (૪)ફળ પાકવાના સમયે જ્યાં સુધી ઉતારવા લાયક ના બને ત્યા સુધી દર ૧૦ થી ૧૫ દિવસ ના અંતરે લીંબોળી નું તેલ ૫૦ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
(૫)સાંજ ના સમયે બગીચા ની ચારે બાજુ ધુંવાડો કરવા માટે ધાસ સળગાવવું. (૬)જો આ બધા જ ઉપાયો કરવા છતાં પણ રસ ચુસનાર ફૂદા નું નુકશાન જણાય તો રાસાયણિક દવા નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. એગ્રોસ્ટાર ફોરેન્સિક સેન્ટર એક્સેલન્સ
170
3