AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નાબાર્ડ દ્વારા ખરીફ અને પ્રિ-મોન્સૂન કામગીરી માટે રૂ. 20,500 કરોડનું ભંડોળ !
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
નાબાર્ડ દ્વારા ખરીફ અને પ્રિ-મોન્સૂન કામગીરી માટે રૂ. 20,500 કરોડનું ભંડોળ !
ચોમાસા પૂર્વેની ખરીફ કામગીરીની અસરકારકતા વધારવા નાબાર્ડે સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 18 મે એ નાબાર્ડે રૂપિયા 20,500 નું ભંડોળ જાહેર કયું છે. ખરીફ કામગીરીમાં અને તેમની ચોમાસા પૂર્વેની તૈયારીઓ માટે ખેડૂતોને મદદ કરવા માટે નાણાં બહાર પાડવામાં આવ્યા છે. ફાળવવામાં આવેલી રકમમાંથી રૂ .15,200 કરોડ સહકારી બેંકો દ્વારા અને રૂ. 5,300 કરોડ આરઆરબી દ્વારા પુરા પાડવામાં આવશે. ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ભારતીય ચોમાસું 5 જૂનથી શરૂ થશે. તેથી, ભંડોળની જાહેરાતથી ખેડૂતોને આરઆરબી અને સહકારી બેંકો પાસેથી લોન લેવામાં મદદ મળશે. બેંકોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. લોકડાઉનનાં મહિનાઓ દરમિયાન, લગભગ 12 લાખ નવા ક્રેડિટ કાર્ડ ખેડૂતોને આપવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે તાજેતરમાં પીએમ મોદીએ શરૂ કરેલી સ્વનિર્ભર ભારત અભિયાનમાં નાબાર્ડ માટે 30,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સંદર્ભ : કૃષિ જાગરણ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
316
0
અન્ય લેખો