AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નાબાર્ડ દ્વારા કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે 700 કરોડનું ભંડોળ
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
નાબાર્ડ દ્વારા કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે 700 કરોડનું ભંડોળ
નવી દિલ્હી: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક(નાબાર્ડ)એ કૃષિ અને ગ્રામીણ વિસ્તારોની સ્ટાર્ટઅપ કંપનીઓ માટે રૂ.700 કરોડનું ભંડોળ જાહેર કર્યું છે.સત્તાવાર નિવેદનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, નાબાર્ડની સહાયક કંપની નેબવેન્ચરે ગ્રામીણ સ્ટાર્ટઅપ માટે જાહેરાત કરી છે.આ માટે 500 કરોડ રૂપિયાની મૂડી માટે દરખાસ્ત કરવામાં આવી છે,સાથે રૂ.200 કરોડની વધારાની મૂડીના વિકલ્પ પણ છે.
નાબાર્ડ હજી પણ અન્ય ભંડોળમાં ફાળો આપે છે. આ પહેલી વખત છે કે તેણે પોતાના ભંડોળની ઓફર કરી છે. "નાબાર્ડના અધ્યક્ષ હર્ષકુમાર ભણવાલાએ જણાવ્યું હતું કે આ ફંડ કૃષિ-ખાદ્ય અને ગ્રામીણ આજીવિકાના સુધારણાના મુખ્ય ક્ષેત્રોમાં રોકાણકારો મોટો પ્રોત્સાહન પૂરું પાડશે તેવી અપેક્ષા છે. નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે નાબાર્ડે અત્યાર સુધી 16 વૈકલ્પિક રોકાણ ભંડોળ માટે 273 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સંદર્ભ: ઇકોનોમિક ટાઇમ્સ, ૧૪મી મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
52
0