AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નાની બચત માંથી થશે વધારે ફાયદો
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
નાની બચત માંથી થશે વધારે ફાયદો
👨🏻‍🌾કેન્દ્ર સરકાર દ્વારા સીનિયર સિટીઝનને આર્થિક લાભ આપવા માટે જુદી-જુદી સ્કીમ ચલાવવામાં આવે છે. કેટલીક સ્કીમ નાની બચત યોજના હેઠળ આવે છે. આ યોજનાઓ નિવૃત્તિ બાદ લોકોને નિયમિત આવક આપે છે. 👨🏻‍🌾સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ સ્કીમ નાની બચત યોજના હેઠળ આવે છે. આ સ્કીમમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત કરવામાં આવેલા રોકણમાંથી 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં પણ રાહત મળે છે. તેમાં વ્યાજદર 8.2% છે અને પાકતી મુદત 5 વર્ષ રાખવામાં આવી છે. 👨🏻‍🌾પ્રધાનમંત્રી વય વંદના યોજના સીનિયર સિટીઝનને દર વર્ષે 7.4 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1.5 લાખ અને વધારેમાં વધારે 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં કોઈ ટેક્સ છૂટનો લાભ મળતો નથી. આ ઉપરાંત તેના હેઠળ લોન લઈ શકાય છે. આ સ્કીમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પેન્શન આપે છે. 👨🏻‍🌾પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ તમે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેમાં વ્યાજદર 7.4% છે અને પાકતી મુદત 5 વર્ષની છે. આ સ્કીમ હેઠળ તમને રોકાણના પાંચ વર્ષ બાદ નિયમિત આવકનો લાભ મળે છે. 👨🏻‍🌾સિનિયર સિટીઝન એડફી સ્કીમમાં 60 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ નાગરિક રોકાણ કરી શકે છે. તમામ બેંક સિનિયર સિટીઝનને અલગ-અલગ સમયગાળાના રોકાણ પર જુદુ-જુદુ વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન તેમની જરૂરિયાત અનુસાર આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે આર્થિક સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
12
0
અન્ય લેખો