કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
નાની જગ્યા પણ તમને કરોડપતિ બનાવી દેશે!
🌳આજના આધુનિક યુગમાં નવી નવી ટેક્નિકથી ખેતી કરવામાં આવી રહી છે. પહેલાંના સમયમાં લોકો પારંપરિક પદ્ધતિથી ખેતી કરતા હતા. તો હવે સમય સાથે ખેડૂતો આગળ વધ્યા છે અને ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે અને મોટો નફો કમાઈ રહ્યા છે. તેમજ ખેડૂતો રોકડીયા પાક તરફ વળી રહ્યા છે. તેમજ એવા પાક કરી રહ્યા છે કે જેના થકી મોટી કમાણી કરી શકાય. ત્યારે અહીં એવા વૃક્ષની ખેતી વિશે જાણકારી આપવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતો લાખોમાં કમાણી કરી શકે છે.
કરોડોનો નફો કરાવશે આ વૃક્ષ
🌳તમે ચંદનના વૃક્ષ વાવીને કરોડોની કમાણી કરી શકો છો. ચંદનની ખેતી મોટાભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં થાય છે. જોકે, હવે ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ ચંદનની ખેતી થવા લાગી છે.
ચાર પ્રકારના હોય છે ચંદનના વૃક્ષ
🌳ચંદનના વૃક્ષ ચાર પ્રકારના હોય છે. જેમાં સફેદ ચંદન, લાલ ચંદન, નાગ ચંદન અને મયુર ચંદનનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધારે લાલ ચંદનની ડિમાન્ડ રહે છે. વિદેશોમાં પણ તેની ખૂબ માંગ છે. જોકે, તમે અન્ય પ્રકારના ચંદનના વૃક્ષો વાવીને પણ સારી કમાણી કરી શકો છો.
કેટલું હોવું જોઈએ જમીનનું PH લેવલ
🌳ચંદનની ખેતી માટે ગરમ વાતાવરણ હોવાની સાથે લોમ માટી હોવી જોઈએ. તેમજ જમીનનું પીએચ 4.5થી 6.4 હોવી જોઈએ. આ છોડ વાવવા માટે સૌથી સારો સમય મેથી જૂન મહિનાનો છે.આ છોડ તમને કોઈપણ નર્સરીમાં સરળતાથી મળી રહેશે.
આ રીતે કરો શરૂઆત
🌳તમારે સૌથી પહેલાં છોડ લાવવાના રહેશે. હવે તમારે ખેતરમાં ખાડા કરીને છોડ રોપવાના રહેશે. સાથે જ આ ખાડામાં ખાતર ભરવાનું રહેશે. જોકે, આ દરમિયાન તમારે એ વાતની ધ્યાન રાખવાનું રહેશે કે છોડની આસપાસ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે વધુ પાણીનો ભરાવો થાય તો છોડ ખરાબ થઇ જાય છે.
આ રીતે થશે કરોડોનો નફો
🌳આ ખેતી સમય લઇ લે છે. પરંતુ તેના વૃક્ષો જેટલા જ જુના થાય છે, તેટલો વધુ નફો થાય છે. રોપણી માટે તમને ચંદનનો એક છોડ 100 રૂપિયામાં મળી જશે. જેને તમે રોપણી કર્યાના લગભગ 15 વર્ષ બાદ લગભગ 2 લાખ રૂપિયામાં અથવા તેનાથી વધુ કિંમતે વેચી શકશો. જો તમે તમારા ખેતરમાં ચંદનના 100 વૃક્ષો વાવો છો, તો 15 વર્ષમાં 2 કરોડ રૂપિયાથી વધુ નફો કમાઈ શકશો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!