AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નાનકડા રુમ માંથી દર મહિને 3 લાખની કમાણી થશે!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
નાનકડા રુમ માંથી દર મહિને 3 લાખની કમાણી થશે!
🌱આજના સમયમાં અવનવી ખેતી કરીને લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. હવે ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાના કારણે ખેતી કરવા માટે જમીનની પણ જરૂર પડતી નથી. ત્યારે તમે પણ ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરવા ઇચ્છતા હોય તો અહીં તમને એક જબદસ્ત બિઝનેસ આઈડિયા અંગે જાણકારી આપવામાં આવી છે. 🌱અમે અહીં વાત કરી રહ્યા છીએ માઈક્રોગ્રીન ફાર્મિંગ વિશે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કોરોનાકાળ બાદ માઈક્રોગ્રીન્સ ખૂબ જ ડિમાન્ડમાં છે. તેની ખેતી કરવી પણ સરળ છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં માઈક્રોગ્રીન્સનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. 🌱એક પ્રકારના છોડના શરૂઆતી અંકુરણ બાદ ઉગેલા પાંદડાને માઈક્રોગ્રીન્સ કહેવાય છે. જેમ કે મૂળા, સરસવ, મગ કે અન્ય વસ્તુઓના બીજના અંકુરિત પાંદડા. આ બધા બીજ વાવ્યા બાદ તેના અંકુરણ બાદ શરૂઆતના 2 પાન આવે તેને માઈક્રોગ્રીન્સ કહેવાય છે. 🌱જ્યારે છોડને શરૂઆતના 2 પાન આવે, ત્યારે તેને જમીને કે સપાટીના થોડે ઉપરથી કાપી લેવામાં આવે છે. એટલે કે માઈક્રોગ્રીનમાં પાંદળા સાથે તેના થડનો પણ સમાવેશ થાય છે. માઇક્રોગ્રીનના ફાયદા 🌱માઈક્રોગ્રીન શાકભાજી અને અનાજના નાના છોડ હોય છે, જે માત્ર 1-2 સપ્તાહમાં ઉગીને તૈયાર થઇ જાય છે. તેને તમે સવારે નાશ્તામાં કે સલાડ તરીકે ખાઈ શકો છો. તેને સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરિત આહારની જેમ અનાજ કે શાકભાજીના બીજમાંથી ઉગાડવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર માઈક્રોગ્રીન ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. 🌱આ આનાજનું નાનું સ્વરૂપ જ છે, પરંતુ અનાજની સરખામણીમાં તેમાં 40 ટકા વધુ પોષકતત્વો મળી આવે છે. ત્યારે તમારે ઓછા સમયમાં પોષણની જરૂરિયાત હોય તો પોતાના કિચન ગાર્ડનમાં માઈક્રોગ્રીન ઉગાડી શકો છો. જેમાં તમે મૂળા, સરસવ, મગ, ચણા, મેથી, બેસિલ, ઘઉં, મકાઈના માઈક્રોગ્રીન્સ ખાઈ શકો છો. જેનાથી મળતું પોષણ તમને સ્વસ્થ રાખશે. આ રીતે કરી માઈક્રોગ્રીન્સની ખેતી 🌱માઈક્રોગ્રીનની ખેતી કરવી ખૂબ જ સરળ છે. તેની ખેતીની સૌથી મોટી ખાસિયત છે કે તેને તમે ગમે ત્યાંથી શરુ કરી શકો છો. તમે નાના વાસણમાં કે કુંડામાં માઈક્રોગ્રીન્સ ઉગાડી શકો છો. જેની માટે તમારે વાસણ કે કુંડામાં માટી કે કોકોપીટ લઈને તેમાં ઓર્ગેનિક ખાતર મિક્સ કરી લો. હવે તેમાં બીજ નાંખી દો. માઈક્રોગ્રીનનો બિઝનેસ 🌱તમે માઈક્રોગ્રીનનો બિઝનેસ કરવા માટે એક નાના રૂમ તેનો યુનિટ શરુ કરી શકો છો. તમે ધાબા પર પણ આ ખેતી કરી શકો છો. માઇક્રોગ્રીન ઉગી જાય ત્યારબાદ તેની માટે સૂર્ય પ્રકાશ ફાયદાકારક રહે છે. સાથે જ તમે રૂમમાં આર્ટિફિશિયલ લાઇટિંગનો પ્રકાશ પણ આપી શકો છો. ત્યારબાદ જેમ જેમ માઈક્રોગ્રીન અંકુરિત થાય, તેમ તેમ તેને માર્કેટમાં વેચી શકો છો અને મોટાપાયે આ બિઝનેસ કરીને લાખોની કમાણી કરી શકો છો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0
અન્ય લેખો