AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નહીં રોકાય સબસિડી, બસ એક મેસેજ અને લિંક થઈ જશે આધાર કાર્ડ !
સમાચારસંદેશ
નહીં રોકાય સબસિડી, બસ એક મેસેજ અને લિંક થઈ જશે આધાર કાર્ડ !
👉 આધાર કાર્ડ આજે દરેક ભારતીયની જરૂરિયાત બની ચુક્યું છે. કોઈને પોતાની ઓળખ બતાવવી હોય કે સરકાર પાસેથી સબસિડી લેવાની હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડ કામ આવે છે. જો કે તેનો વધુ ફાયદો ત્યારે થાય છે જ્યારે તે ખાતા સાથે લિંક હોય. 👉ઈન્ડેન ગેસ કંપનીએ શરૂ કરી સર્વિસ જો તમે પણ હજુ તમારા આધાર કાર્ડને પોતાના ખાતા અને ગેસ એજન્સી સાથે લિંક નથી કરાવ્યું તો ચિંતા ન કરો, હવે તમે ઘરે બેઠા બેઠા પણ આ કામ કરી શકો છો અને તે પણ એક મેસેજ દ્વારા. 👉મેસેજ મોકલતા પહેલા કરો આ કામ આધાર કાર્ડ (Aadhar Card) લિંક કરાવવા માટે મેસેજ મોકલતા પહેલા એ નક્કી કરી લો કે તમારો મોબાઈલ નંબર ગેસમાં રજિસ્ટર છે કે નહીં. જો નંબર લિંક હોય તો તમે સીધા આધાર કાર્ડને લિંક કરાવવા માટે મેસેજ મોકલી શકો છો. જો કે નંબર લિંક હોવા પર તમારે પહેલા નંબર મોકલીને નંબર રજિસ્ટર કરાવવો પડશે. 👉 આ રીતે મોબાઈલ નંબર રજિસ્ટર કરો જો તમારો નંબર રજિસ્ટર નથી તો તમારે એક SMS મોકલવાનો રહેશે. મેસેજ બોક્સમાં જઈને ટાઈપ કરો IOC <ગેસ એજન્સીનો ટેલીફોન નંબરનો એસટીડી કોડ> લખીને <કસ્ટમર કેર નંબર> પર મોકલી આપો. જો તમને ગેસ એજન્સીનો નંબર ખબર ના હોય તો ઓફિશિયલ વેબસાઈટ cx.indianoil.in પર ચેક કરો. 👉 આ રીતે લિંક થશે આધાર કાર્ડ મેસેજ મોકલતા તમારો નંબર ગેસ એજન્સી પાસે રજિસ્ટર થઈ જશે. ત્યાર બાદ તમારે આધાર નંબર અને ગેસ કનેક્સનને લિંક કરવા માટે નવો મેસેજ મોકલવો પડશે. તેના માટે મેસેજ બોક્સનાં ટાઈપ કરો UID <આધાર નંબર> અને તેને તે જ નંબર પર (ગેસ એજેન્સીના નંબર) પર મોકલી દો. આમ કરવાથી તમારૂ ગેસ કનેક્શન આધાર સાથે લિંક થઈ જશે અને તમને કંન્ફોર્મેશન મેસેજ તમારા મોબાઈલ પર આવી જશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
12