નવું ટ્રેક્ટર ખરીદવા મળશે 1 લાખ ની સહાય !
ટ્રેક્ટર ન્યુઝ 18 ગુજરાતી
નવું ટ્રેક્ટર ખરીદવા મળશે 1 લાખ ની સહાય !
💰 સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પણ સબસિડી આપે છે. નવા મશીનો અને ટ્રેક્ટરથી ખેતી કરવાનું કામ સરળ બને છે. કારણ કે તેનાથી સમય અને મહેનત બચી જાય છે. 🚜 શું છે આ યોજના? ખેડૂતોને ખેતી માટે આધુનિક ઓઝારોની જરૂરિયાત રહે છે. પરંપરાગત ખેતી માં સમય વધારે લાગતો હોય છે. આથી સરકાર ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના લાવી છે. આ યોજના હેઠળ ટ્રેક્ટરની ખરીદી કરવા માંગતા ખેડૂતો સબસિડી માટે અરજી કરી શકે છે. જેનાથી તેઓ આધુનિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકે. 🚜 ટ્રેક્ટર ખરીદી પર સબસિડી: ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે કેન્દ્ર સરકાર સબસિડી આપે છે. જે અંતર્ગત ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર મળે છે. બાકીની કિંમત સરકાર ચૂકવે છે. આ ઉપરાંત અનેક રાજ્ય સરકારો પણ ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે 20થી લઈને 50% સુધી સબસિડી આપે છે. 🚜 આવી રીતે ઉઠાવો ફાયદો: આ સહાય ફક્ત એક જ ટ્રેક્ટર પર જ આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંકની વિગતો, પાસપોર્ટ સાઇઝો ફોટોગ્રાફ હોવો જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે નજીકના CSC સેન્ટર પર જઈને અરજી કરી શકાય છે. 🚜 ગુજરાતમાં ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી ( https://agri.gujarat.gov.in/agri-implements-subsidies.htm) પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ માટે અમુક શરતો પણ મૂકવામાં આવી છે. આ માટેનું અરજી ફોર્મ ( https://agri.gujarat.gov.in/images/agrimain/pdf/tractor.pdf ) અહીં ક્લિક કરીને મેળવી શકો છો. 🚜 કોને મળે છે સબસિડી? મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સૌથી પહેલા ટ્રેક્ટર પર સબિસડી મળે છે. જોકે, સામાન્ય કેટેગરીમાં આવતા ખેડૂતોને પણ સરકારના નિયમ પ્રમાણે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી મળે છે. 🚜 ટ્રેક્ટર પર કેટલી સબસિડી મળે? 📍 આ સબસિડીનો લાભ હોર્ટિકલ્ચર વિભાગ તરફથી આપવામાં આવે છે. 📍સામાન્ય વર્ગના ખેડૂતોને 20 HP સુધી ટ્રેક્ટર ખરીદવા પર 75,000 રૂપિયા સુધી સબસિડીનો લાભ મળે છે. 📍અનુસૂચિત જાતિના ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી સબસિડી મળે છે. 📍આ ઉપરાંત કૃષિ વિભાગ દ્વારા ટ્રેક્ટર ખરીદવા પર 25 ટકા સબસિડી આપવામાં આવે છે. અહીંથી ટ્રેક્ટર ખરીદવા પર 45,000 રૂપિયા સુધી સબસિડી મળે છે. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
71
18
અન્ય લેખો