AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શિક્ષણGSTV
નવી સરકાર આપશે 3 લાખ લોકોને ટેબ્લેટ ? જાણો સમગ્ર માહિતી !
👉 ધો.૧૦-૧૨ પછીના કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની ગુજરાત સરકારની યોજના અંતર્ગત કોરોનાને લીધે ૨૦૧૯-૨૦ના ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા ન હતા.આ ઉપરાંત ગત વર્ષના એટલે કે ૨૦૨૦-૨૧ના ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને પણ હજુ ટેબ્લેટ આપી શકાયા નથી.સરકારે અંતે તાજેતરમાં બંને વર્ષના વિદ્યાર્થીઓ માટે ૩ લાખ ટેબ્લેટ ઓર્ડર આપી દીધો છે અને દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે. 👉 ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઉચ્ચ શિક્ષણના બેથીઅઢી લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામા આવે છે અને જેમાં વિદ્યાર્થીઓનુ કોલેજ લેવલે એક હજાર રૃપિયા લઈને રજિસ્ટ્રેશન કરવામા આવે છે.૨૦૧૯-૨૦માં જાન્યુઆરીમાં એકથી દોઢ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાયા હતા, પરંતુ ૭૦થી૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી હતા અને કંપની પાસેથી હજુ બાકીનો જથ્તો આવે અને વિદ્યાર્થીોને વિતરણ થાય ત્યાં માર્ચમાં કોરોનાની શરૂઆત થતા લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામા આવ્યા ન હતા. 👉 સરકારે તાજેતરમાં ટેબ્લેટ ઓર્ડર ફાઈનલ કર્યો છે અને ભારતની જ ટેબ્લેટ બનાવતી કંપનીને ઓર્ડર આપી દેવામા આવ્યો છે.સરકારે હાલ ૨૦૧૯-૨૦ના બાકી રહેલા ૭૨ હજાર અને ૨૦૨૦-૨૧ના ૨.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ મળીને કુલ ૩ લાખ જેટલા ટેબ્લેટનો ઓર્ડર આપ્યો છે.મળતી માહિતી મુજબ દિવાળી પહેલા ટેબ્લેટનું વિતરણ કરી દેવાશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
0