AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવી ટેકનોલોજી: ગુલાબી ઈયળનું નિયંત્રણ કુટુંબ નિયોજન દ્વારા !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવી ટેકનોલોજી: ગુલાબી ઈયળનું નિયંત્રણ કુટુંબ નિયોજન દ્વારા !
• બીટી કપાસમાં મુખ્ય સમસ્યા, ગુલાબી ઇયળ કે જેના દ્વારા કપાસના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે. • જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા સંશોધિત નવી ટેક્નોલોજી અને હવે બજારમાં પણ ઉપલબ્ધ થઇ છે. • આ પણ એક ફેરોમોન આધારિત ટેક્નોલોજી ગણાય. • કુદરતના નિયમ પ્રમાણે માદા કિટક એક પ્રકારની ગંધ ઉત્સર્જીત કરે અને તેનાથી નર કિટકો આકાર્ષાય અને મિલન થાય અને માદા કિટક ફળાઉ ઇંડા મૂંકે જેમાંથી ઇયળ નીકળે. • વૈજ્ઞાનિકોએ આવી ઉત્સર્જીત થતી ગંધ કેટલાક રસાયણોનો ઉપયોગ કરી બનાવી કે જે કૃત્રિમ રીતે ગંધ બહાર આવે અને નર કિટક આકાર્ષાય પણ ઓરિજનલ માદા ન હોવાથી તેમનું મિલન ન થાય. • આમ ખેતરમાં આવી કુત્રિમ નીકળતી ગંધને લીધે નર કિટક આમ તેમ ભટક્યા જ કરે અને ભ્રમિત થયા કરે અને છેવટે થાકીને મરી જાય. • માદાનું કુદરતી રીતે મિલન વિઘટીત થવાથી તેના દ્વારા ઇંડા બીનફળાઉ હોવાથી ઇયળનો જન્મ થતો જ નથી અને ટેક્નોલોજી કામ કરી ગઇ. • ગંધ ઉત્સર્જીત કરતા રસાયણોનો ઉપયોગ કરી મીણ આધારિત પેસ્ટ (ઘટ્ટ લુગદી, જેમ કે આપણે ટુથ પેસ્ટ વાપરિએ છીએ તેવી) બનાવી. • આવી પેસ્ટનો ઉપયોગ કરી નાના નાના ટપકાં (લુગદી) છોડની ડાળીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં મૂંકવામાં આવે છે. • આવા ટપકાં હેક્ટરે ૧૦૦૦ની સંખ્યાં એટલે કે એકરે ૪૦૦ ટપકાં (લુગદી) ૫ મી x ૨ મીટરના અંતરે સર્પાકારે લગાડવા. • આ કામ કપાસની ફૂલ અવસ્થાએ એક વાર અને પછી બે વાર ૩૦ દિવસના ગાળે કરવાની ભલામણ છે. • આમ એક વખત ટપકાં મૂંકવા (૪૦૦ ટપકાં પ્રતિ એકર) માટે લગભગ ૧૨૫ ગ્રામ પેસ્ટની જરુર પડશે. • આ ટેક્નોલોજી પર્યાવરણ અને કુદરતી પરભક્ષી/ પરજીવી સામે સલામત છે. • આ પેસ્ટના ઉપયોગથી કોઇ પ્રકારે કોઇને પણ હાનિકારક નથી. • બીજી જીવાતના નિયંત્રણ માટે કરાતા દવાના છંટકાવ ઉપર આની કોઇ આડઅસર થતી નથી. • સામૂહિક ધોરણે ઉપયોગ કરવાથી ધારધાર પરિણામ મળતો હોય છે. • જો આપના વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો જરુર એક વાર ઉપયોગ કરીને અનૂભવ મેળવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
2
અન્ય લેખો