AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવા જન્મેલા વાછરડાંની કાળજી લેવી જોઈએ.
પશુપાલનએગ્રોવન
નવા જન્મેલા વાછરડાંની કાળજી લેવી જોઈએ.
નવા જન્મેલાં વાછરડાંનો યોગ્ય રીતે ઉછેર કરવો જરૂરી છે. તેના સારા સ્વાસ્થ્ય માટે, પ્રથમ ચાર મહિના તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
• નવજાત વાછરડાને સાફ કપડાથી અથવા કંતાનના કાપડથી સાફ કરીને અને તેનું વજન કરવું જોઈએ કાળજીપૂર્વક મોઢા અને નાકમાંથી લાળ દૂર કરવી. • તેના કાનમાં ધીમેથી ફૂંક મારવી. સ્વચ્છ બ્લેડ દ્વારા 2 થી 3 સેમી ના અંતરે નાળ કાપીને તેને દોરાથી બાંધવી જોઈએ. બાંધેલા દોરાથી 1 સેમીનું અંતર રાખવું જોઈએ. ચેપ ટાળવા માટે નાળ ઉપર આયોડિન લગાડવું જોઈએ. • વાછરડાને અડધા કલાકની અંદર માતાનું પહેલું દૂધ એટલે કે કોલોસ્ટ્રમ આપવું જોઈએ . • એક અઠવાડિયાની ઉંમરે સરળ ઓળખ માટે વાછરડાનાં કાન પર ટેગ લગાડવું જોઈએ. • નવા જન્મેલા વાછરડાને પ્રથમ અઠવાડિયામાં અને પછી 6 મહિના સુધી 20 દિવસના અંતરે કૃમિનાશક દવા આપવી જોઈએ આપવી. • નિષ્ણાંતની સલાહ મુજબ એન્થ્રેક્સ, ડિપ્થેરિયા, કાળીયો તાવ જેવા રોગોથી બચવા માટે વાછરડાને રસી અપાવી જોઈએ. • વાછરડાંને સ્વચ્છ અને હવાની સારી અવરજવર વાળા ગમાણમાં રાખવું જોઈએ. સંદર્ભ - એગ્રોવન 21 સપ્ટેમ્બર 2017
42
3