AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવલી નવરાત્રી નો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવલી નવરાત્રી નો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી !
નવરાત્રી નો બીજો દિવસ માતા બ્રહ્મચારિણી ને સમર્પિત છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગા નું બીજું સ્વરૂપ છે. એવું કહેવા માં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતાં ત્યારે તેમને બ્રહ્મચારિણી ના રૂપે ઓળખવા માં આવતા હતાં. જો માતા ના આ રૂપ નું વર્ણન કરીએ તો તેમને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. તેમના એક હાથ માં કમંડળ અને બીજા હાથ માં જપમાળા છે. દેવી નું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે. જે ભક્ત માતા ના આ રૂપ ની આરાધના કરે છે તો તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. આ દિવસ નું વિશેષ રંગ વાદળી હોય છે. જે શાંતિ અને સકારાત્મક ઊર્જા નું પ્રતીક છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં બ્રહ્મચારિણી ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
20
7