ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
નવકાર આપે ઉપજ ની સાથે વધુ નફો
🌱જમીનની તૈયારી
સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ જ સારા થાય છે. આમ છતાં ગોરાડું તેમજ રેતાળ જમીનમાં પણ વાવેતર કરી શકાય છે. જયાં વધારે પડતી ખારી જમીન અને ખારું પાણી હોય ત્યાં ચણાનું વાવેતર કરી નથી શકાતું.
🌱વાવણી સમય
પિયત ચણાનું વાવેતર 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમ્યાન ઠંડીની શરુઆાત સુધી કરી શકાય છે. બિનપિયત વિસ્તારમાંચણાની વાવણી જમીનમાં ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને વાવેતર કરી શકાય છે.
🌱બિયારણનો દર અને વાવણી અંતર
પિયત ચણાના વાવતેર માટે 15 થી 20 કિલો/એકર પ્રમાણે ,
બિનપિયત ચણાના માટે 25-28 કિલો/એકર પ્રમાણે વાવતેર કરી શકાય છે.
બે હાર વચ્ચે 30 સે.મી અને બે ચાસ વચ્ચે 10 સે.મી જેટલું અંતર રાખી શકો છો.
🌱શિયાળુ પાકમાં ચણાનું વાવેતર કરતા ખેડૂત મિત્રો માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ઉચ્ચ ઉત્પાદન આપતી
જાત નવકાર 3 ચણા જે પિયત અને બિન પિયત વાવેતર માટે અનુકુળ છે. આકર્ષક અને એક સમાન દાણા, એક પોપટામાં એવરેજ 2 થી 3 દાણા અને સુકારા સામે મધ્યમ પ્રતિકારક જાત છે અને 95 થી 105 દિવસ માં
પાકતી આ જાત છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!