કૃષિ વાર્તાગુજરાત સમાચાર
ધૂમ ધડાકા, 3500 કરોડ રૂપિયાની સબસિડી ને મંજૂરી મળી !
👉શેરડીના ખેડૂતોને બાકી રકમ ઝડપથી ચૂકવી દેવામાં આવે તે માટે ચાલુ માર્કેટિંગ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ખાંડની મિલોને ૬૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે અને આના બદલામાં શેરડીના ખેડૂતોને ે ૩૫૦૦ કરોડ રૃપિયાની સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સબસિડીની આ રકમ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી હતી. 👉કેબિનેટ બેઠક પૂર્ણ થયા પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આર્થિક બાબતોની કેબિનેટ કમિટી(સીસીઇએ)એ ૬૦ લાખ ટન ખાંડની નિકાસ પર ૩૫૦૦ કરોડ રૃપિયાની સબસિડી મંજૂર કરવામાં આવી છે. 👉સીસીઇએએ ચાલુ વર્ષ માટે એક કિલો પર ૬ રૃપિયાની સબસિડીને મંજૂરી આપી છે. જો કે આ રકમ ગયા વર્ષ કરતા ઘણી જ ઓછી છે. માર્કેટિંગ વર્ષ ૨૦૧૯-૨૦માં એક કિલો ખાંડ પર ૧૦.૫૦ રૃપિયાની સબસિડી મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે સરકારી તિજોરી પર ૬૨૬૮ કરોડ રૃપિયાનો બોજ પડયો હતો. 👉જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે ત્રણ વર્ષમાં દેશમાં શેરડીનું મબલખ ઉત્પાદન થવાના કારણે શેરડીના ખેડૂતો અને ખાંડની મિલો બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વર્ષે પણ ૨૫૦ લાખ ટન શેરડીની માંગ સામે ૩૧૦ લાખ ટન શેરડીનું ઉત્પાદન થશે. 👉સરકારના આ નિર્ણયથી પાંચ કરોડ ખેડૂતો અને ખાંડની મિલો સાથે સંકળાયેલા પાંચ લાખ કામદારોને ફાયદો થશે.૬૦ લાખ ટન ખાંડની નિકાસને કારણે ખાંડની મિલોને ૧૮૦૦૦ કરોડ રૃપિયાની આવક થશે. 👉એક અન્ય નિવેદનમાં કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે શેરડીના ખેડૂતો ખૈાંડની મિલોને શેરડી વેચે છે પણ ખાંડની મિલો પાસે અગાઉથી વધારે સ્ટોક હોવાથી ખાંડની મિલો ખેડૂતોને બાકી રકમ ચૂકવી રહી નથી. સબસિડીની આ રકમ સીધા જ શેરડીના ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 👉ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ વર્ષ ૨૦૧૯-૨૦માં ખાંડની મિલોએ ૫૭ લાખ ટન ખાંડની નિકાસ કરી હતી. 👉બીજી તરફ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે કેબિનેટ કમિટીએ સ્પેક્ટ્રમની હરાજીનો નિર્ણય લીધો છે. કુલ કેકે૨૨૫૧ મેગાહર્ટ્ઝ બેન્ડની હરાજી કરવામાં આવશે. સ્પેક્ટ્રમની આ હરાજી વર્ષ ૨૦૧૬ના નિયમો હેઠળ કરવામાં આવશે.૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૮૦૦, ૨૧૦૦, ૨૩૦૦ અને ૨૫૦૦ મેગાહર્ટ્ઝના બેન્ડની હરાજી કરવામાં આવશે. સંદર્ભ : ગુજરાત સમાચાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
5
અન્ય લેખો