AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાન્ય પાકોમાં જૈવિક ખાતરથી બીજ માવજત
જૈવિક ખેતીKVK Mokokchung, Nagaland
ધાન્ય પાકોમાં જૈવિક ખાતરથી બીજ માવજત
જૈવિક ખાતરો સુક્ષ્મજીવોના અસરકારક વાહક છે. તેમાં ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, શેવાળનું મિશ્રણ હોય છે અને જમીનમાં સુક્ષ્મજીવોની ક્રિયામાં વધારો કરીને ખાદ્ય પાકના ઉત્પાદનમાં મદદ કરે છે.
જૈવિક ખાતર • એઝોટોબેકટર • એઝોસ્પીરીલમ • ફોસ્ફેટિક અનાજ મુખ્ય ધાન્યો: • ડાંગર • ઘઉં • મકાઈ ગૌણ અનાજ • જવ • જુવાર • બાજરી વગેરે વાપરવાની રીત: બીજ માવજત: એઝોટોબેકટર અથવા એઝોસ્પીરીલમ @ 200 ગ્રામ + ફોસ્ફેટિક 200 ગ્રામ પાવડરને 300 - 400 મિલી પાણીમાં ઉમેરી સારી રીતે ભેળવો. બનાવેલ દ્વાવણ સાથે 10 -12 કિગ્રા બીજને પટ આપવો તથા વાવણી પહેલા બીજની સુકવણી કરીને તરત જ વાપરવું. ધરૂની મૂળ માવજત : યોગ્ય પાણી ની માત્રામાં 1 કિલો એઝોટોબેકટર અને 1 કિલો ફોસ્ફેટિક ઉમેરો. બનાવેલ દ્વાવણમાં ધરૂના મૂળ ને 30 મિનિટ અથવા તેથી વધુ સમય માટે ડુબાડો અને તરત જ ફેરરોપણી કરવી. ડાંગર (ઓછી જમીન) હોય તો, ખેતરમાં ધરું માટે એક નાનકડી ક્યારી તૈયાર કરો અને તેમાં 3 -4 ઇંચ પાણી ભરો. તે પાણીમાં 2 કિલો એઝોસ્પીરીલમ + 2 કિલો ફોસ્ફેટિક ઉમેરી સારી રીતે ભેળવો. છોડના મૂળ ને દ્રાવણમાં 8 -12 કલાક ( આખી રાત) માટે ડુબાડી રોપણી કરવી જોઈએ. ફાયદા: • 25% રાસાયણિક ખાતરોની બચત થાય. • જમીનની ફળદ્રુપતામાં વધારો થાય. • ખૂબ જ ઓછા ખર્ચે છોડને પોષક તત્વો મળી રહે છે. • જમીનની ફળદ્રુપતા અને છોડની વૃદ્ધિ પર કોઈ હાનિકારક અસર થતી નથી. • બીજ અંકુરણ, ફૂલોની પરિપક્વતા વધારવામાં મદદ કરે. • જૈવિક પદાર્થના વિઘટનમાં મદદ કરે. • પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ. સાવચેતી: • જૈવિક ખાતરોને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહિત કરો. • ઉપયોગ કરતા પહેલા પેકેટને ખોલો અને તે સમયે તેનો પૂરો ઉપયોગ કરી લેવો. • જૈવિક ખાતરોના ઉપચારવાળા બીજને રાસાયણિક ખાતરો, જંતુનાશકો સાથે મિશ્રિત ન કરવું. • જો બીજ પર ફૂગનાશક દવાથી ઉપચાર કરવા માંગતા હોય તો, પહેલા બીજ ઉપચાર કરો ત્યારબાદ જૈવિક ખાતરની માત્રા બે ગણી આપો. • ખાતર સાથે બીજ માવજત છાંયામાં કરવું જોઈએ. સંદર્ભ : કેવીકે મોકોકચુંગ, નાગાલેન્ડ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
99
1
અન્ય લેખો