એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણા કર્યા હોય તો જૂઓ મોલો-મશી છે કે કેમ?
👉ધાણાના પાકમાં અવાર નવાર પિયત આપવાથી મોલો-મશીનો ઉપદ્રવ વધી શકે છે. 👉 જો આ જીવાતનો ઉપદ્રવની દેખાતો હોય તો જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુંસાર એસિટામિપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ 17.8 એસએલ 3 મિલિ અથવા ડાયમેથોએટ 30 ઇસી દવા 10 મિલિ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 લીલા વેચાણ માટે ધાણા કર્યા હો તો દવાના છંટકાવ અને કાપણી વચ્ચે પુરતા દિવસો રાખવા. 👉 આ જીવાતના પરભક્ષી કિટક એવા લેડીબર્ડ બીટલ્સની હાજરી નોંધપાત્ર હોય તો દવાનો છંટકાવ ટાળવો અથવા થોડી રાહ જોવી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો