AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાણા કર્યા છે તો આ જીવાત ચોક્ક્સ આવશે
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધાણા કર્યા છે તો આ જીવાત ચોક્ક્સ આવશે
☘️ શિયાળુ પાક તરીકે ખેડૂતો ધાણાની પણ ખેતી કરતા હોય છે. સવાર-સવારમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય તો આ જીવાતનો પણ વધારો જોવા મળે છે. ☘️આ જીવાતના ઉપદ્રવની સાથે સાથે તેને ખાઇ જતા પરભક્ષી દાળિયા અને સીરફીડ ફ્લાયની ઇયળ પણ જોવા મળતી હોય છે જે મોલોને ખાઇ જઇ વસ્તિ ઓછી કરે છે. ☘️ધાણાના પાન સીધા જ ભોજન બનાવવામાં વધારે વપરાતા હોવાથી રાસાયણિક દવાઓનો છંટકાવ હિતાવહ નથી. ઉપદ્રવ દેખાય તો કોઇ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ કે પછી બાયોપેસ્ટીસાઇડ જેવી કે મેટારહિઝમ એનીસોપ્લી 100 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. ☘️લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ - ઇકોનીમ (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી)30 મિલિ/15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
19
3