AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધરુવાડિયું શા માટે બનાવું જોયે !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ધરુવાડિયું શા માટે બનાવું જોયે !!
👉ધરૂવાડીયું એટેલે ''નર્સરી''. જે પાકોના બીજ સીધે સીધા ખેતરમાં વાવી ન શકાતા હોય તેવા પાકોના બીજને ખેતરના એકતરફી નાના વિસ્તારમાં એક સાથે વ્યવસ્થિત રીતે વાવીને છોડ ઉછેરવામાં આવે છે તેને ધરૂવાડીયું કહેવામાં આવે છે સામાન્ય. રીતે શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, કોલીફલાવર, ડુંગળી કે જેના બીજ અતિ નાના અને હલકાં હોય છે તેની રોપણી માટે ધરૂ તૈયાર કરી ફેરરોપણી કરવામાં આવે છે. 👉ધરૂવાડીયાની જરૂરીયાત :- >શાકભાજી પાકો ના બીજ અન્ય પાકો ના બીજ કરતાં ખૂબ જ નાના અને હલકાં હોય જેથી તેને સીધેસીધા ખેતરમાં વાવી શકાતા નથી. કીડી જેવા નાના કીટકો પણ વાવ્યા પછી બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઢસડી જતાં હોય છે. ત્યારે બીજના ઉગાવા માટે તથા વૃધ્ધિ માટે ખાસ માવજતની જરૂર રેહતી હોય છે. >શાકભાજીના પાકોની સુધારેલી / સંકર જાતોના બીજ કિંમતી હોય છે જેથી પ્રત્યેક કિંમતી બીજના ઉગાવા માટે ખાસ માવજતની જરૂર પડતી હોય છે, જેથી ધરૂવાડીયામાં ધરૂના છોડ તૈયાર કરવા જરૂરી છે. >શરૂઆતમાં બહોળા વિસ્તારમાં એકલદોકલ છોડ ઉછેરી પાક તૈયાર કરવા કરતાં નાના વિસ્તારમાં ધરૂવાડીયું બનાવી વધારે કાળજીની તંદુરસ્ત છોડ તૈયાર કરી ફેરરોપણી કરવામાં ખર્ચ ઓછો આવે છે અને અનુકૂળતા વધારે રહે છે >શાકભાજીના ફળ પરિપકવ થયા પછી બીજ કાઢવામાં આવતા હોય છે પરંતુ બધા જ ફળ એકી સાથે પરિપકવ થતા નથી જેથી બધા જ બીજ પુરતા પોષાયેલા હોતા નથી અથવા વધુ પડતી પકવતાના કારણે બીજના ઉગાવાના ટકા અન્ય પાકોની સરખામણીમાં ઓછા રહેતા હોય છે. ગામા પડવાથી ખેતરમાં એક સાથે એકસરખો પાક ઉછેરી શકાતો નથી. >ઉગાવા પછીની વૃધ્ધિ પ્રમાણમાં ધીમી હોય તેવા સંજોગોમાં શરૂઆતમાં વધુ કાળજી જરૂરી હોય ત્યારે ધરૂ ઉછેર કરવાથી જે ખેતરમાં રોપણી કરવાની હોય તે ખેતરને તૈયાર કરવાનો પૂરતો સમય મળી રહે, જેમ કે લીલો પડવાસ કરવાનો હોય તો તે માટે પુરતો સમય મળી રહે છે. 👉જમીનની તૈયારી :- ધરૂવાડીયા માટે પસંદ કરેલ જમીનને ઉનાળામાં ઉંડી ખેડ કરીને તપવા દેવી. મે મહિના દરમ્યાન પાણી આપી ઓરવણ કરવું. વરાપ થયા બાદ જમીનને આડી–ઉભી બે ત્રણ વખત ખેડવી. ૧) રાબીંગ કરવું :– જમીન ઉપર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરું અથવા નકામું ઘાસ પાથરી ૧પ સે.મી. જેટલો થર બનાવવો અને થરને પવનની વિરૂધ્ધ દિશામાં સળગાવવું જેથી જમીન ધીમે તાપે લાંબો સમય સુધી તપે, આને રાબીંગ કહેવામાં આવે છે. રાબીંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય. ૨) સોઈલ સોલેરાઈજેશન :– જો રાબીંગ શકય ન હોય તો સફેદ રંગના પાતળા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને કયારાના માપ પ્રમાણે ૧૦ થી ર૦ દિવસ સુધી પ્લાસ્ટીક ઢાંકી રાખવું. પ્લાસ્ટીકની કિનારીને માટી વડે દબાવી દેવી જેથી જમીનમાંનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલ ગરમી પ્લાસ્ટીકના અંદરના ભાગે સંગ્રહીત થશે આથી જમીનમાં રહેલા ફૂગ, જીવાણું, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નિંદણના બીજનો નાશ થશે. જમીનમાં જરૂરીયાત મુજબ બે થી ત્રણ આડી ઉભી ખેડ કરવી, ઢેફા ભાગી સમાર મારી સમતલ કરવી. 👉ધરૂ ઉછેરની પદ્ધતીઓ :- ૧. દેસી – જમીનમાં ગાદી ક્યારામાં ધરૂ ઉછેર ૨. આધુનિક પદ્ધતિ – પ્રો-ટ્રેમાં ધરૂ ઉછેર સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
2
અન્ય લેખો