હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ધરતીપુત્રો માટે છે વરસાદ ના સારા સમાચાર
⛈️ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ગયો છે. 25થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહેશે. જેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. બંગાળની ખાડીમા બનેલું લોપ્રેશર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે. જેના કારણે ગુજરાત ઉપર 700 HP ના મીડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે.
⛈️24 ઓગસ્ટ
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો જુનાગઢ, ગીર, સોમનાથ, દીવમાં હળવા વરસાદની આગાહી છે.
⛈️25 ઓગસ્ટ
દમણ, દાદરાનગર હવેલી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
⛈️26 ઓગસ્ટ
દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
⛈️27 ઓગસ્ટ
દમણ, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ છે.
⛈️તો 25 થી 26 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. જે બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે. એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ટમથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ ની આગાહી છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!