AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ધઉંની ખેતીમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું?*
👉ધઉં ભારતનો મુખ્ય પાક છે અને યોગ્ય ટેકનિક અપનાવીને ખેડૂત ઓછી કિંમતમાં વધુ ઉત્પાદન મેળવી શકે છે। સૌથી પહેલાં યોગ્ય જાત (variety selection) પસંદ કરવી જરૂરી છે — તમારા વિસ્તારના વાતાવરણ અને જમીન મુજબ પ્રમાણિત બીજ વાપરો। ખેતરની યોગ્ય તૈયારી અને લેવલિંગ કરવાથી ભેજનું પ્રમાણ એક સરખું થાય છે, જેનાથી અંકુરણ સારું થાય છે।👉વાવણીનો યોગ્ય સમય (sowing time) નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય છે। સિડ ડ્રિલનો ઉપયોગ કરીને બીજ સમાન ઊંડાઈએ વાવો। વાવણી સમયે *પાયાના ખાતર તરીકે ડીએપી, પોટાશ, સલ્ફર અને સંચાર ખાતર આપવું જોઈએ જેથી પાકની શરૂઆતની વૃદ્ધિ સારી થાય છે।👉નિંદામણ નિયંત્રણ માટે વાવણી બાદ 20–25 દિવસે યોગ્ય નિંદામણનાશક દવાનો છંટકાવ કરો। પિયત પદ્ધતિ (irrigation) પહેલીવાર વાવણી બાદ 20–22 દિવસે અને પછી પાકની સ્થિતિ મુજબ પિયર આપો। સાથે જ *ઝીંક અને સલ્ફરની ઉણપ દૂર કરવાથી દાણાનું કદ અને ચમક બંનેમાં સુધારો થાય છે।👉આ ટેકનિક અપનાવીને ખેડૂત મિત્રો ધઉંના ઉત્પાદનમા 15–20% વધારો* મેળવી શકે છે। યોગ્ય મેનેજમેન્ટથી વધુ ઉત્પાદન મેળવવું હવે સરળ છે!👉 સંદર્ભ: AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0
અન્ય લેખો