AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધઉંના પાકમાં ખાતર વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ધઉંના પાકમાં ખાતર વ્યવસ્થાપન
🌱હાલ માં અત્યારે ખેડૂતમિત્રો ઘઉં નો પાક વાવવા ની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જમીનની તૈયારી થઇ ગઈ છે તો આજે આપણે ઘઉં ના પાકમાં પાયા માં ક્યાં ખાતર નાખવા જોઈએ કે જેનાથી ઉત્પાદન વધારે મળે છે છોડ નો વિકાસ સારો થાય સાથે ફૂટ સારી આવે અને દાણા સારા ભરાઈ તો ચાલો જાણીએ આ ખાસ માહિતી વિશે. 🌱બિનપિયત ઘઉમાં 27 કિલો યુરિયા અને 31 કિલો SSP અને એગ્રોસ્ટાર સંચાર10 પ્રતિ એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. 🌱સમયસર એટલે કે 15 થી 25 નવેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં 53 કિલો યુરિયા અને 68 કિલો SSP અને 🌱એગ્રોસ્ટાર સંચાર ખાતર 10 કિલો પ્રતિ એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. આ ઉપરાંત વાવણીના 21 દિવસે મુકુટ મૂળ અવસ્થાએ 53 કિલો યુરિયા એકર મુજબ ભારે જમીનમાં પિયત પહેલાને હલ્કી જમીનમાં પિયત પછી આપવું. 🌱મોડી એટલે કે 25નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વાવણી કરેલ પાકમાં 100 કિલો SSP અને એગ્રોસ્ટાર સંચાર ખાતર 10 કિલો પ્રતિ એકર મુજબ વાવણી સમયે ચાસમાં આપવું. આ ઉપરાંત 35 કિલો યુરિયા વાવણીના ૨૧ દિવસે અને 35 દિવસે આપવું. 🌱જો ઝીંકની ઉણપ હોય તો 3 કિલો સેલ્ઝિક પ્રતિ એકર મુજબ આપવું. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
32
2
અન્ય લેખો