AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દ્વિપક્ષીય વેપાર કરારમાં ખાંડનો સમાવેશ કરો: ઈસ્મા
કૃષિ વાર્તાએગ્રોવન
દ્વિપક્ષીય વેપાર કરારમાં ખાંડનો સમાવેશ કરો: ઈસ્મા
2018-19 અને 2019-20 માં દેશમાં અતિરિક્ત ખાંડ ઉત્પાદનના સંકેત મળ્યા છે. જો ખાંડનું સ્થાનિક ઉત્પાદન વધશે તો ખાંડના ભાવ ઓછા થવાની શકતો છે. આના લીધે શેરડીના વિલંબિત બીલોની સમસ્યા પણ પેદા થશે તેવો ઈસ્માનો દાવો છે અને તેમણે ખાંડ નિર્યાતની આવશ્યકતા જાહેર કરી છે.
“હાલમાં કૃષિ નિર્યાત નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તે માટે ખાંડની નિર્યાત કેવી રીતે વધશે તે મુદ્દા પર વાણિજ્ય મંત્રાલયે અભિપ્રાય માંગ્યા છે. તેના પ્રતિસાદ તરીકે ઈસ્માએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારમાં ખાંડનો સમાવેશ કરવાની સુચના આપી છે” તેવું સુત્રોએ જણાવ્યું છે. બાંગ્લાદેશની રીફાઇનરીમાં ભારતની ખાંડને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે ઈસ્માએ કહ્યું કે બ્રાઝીલની સસ્તી ખાંડ સાથે પ્રતિસ્પર્ધા કરવી એ મારા માટે અશક્ય છે. ખાંડ નિર્યાત માટે યોગ્ય નીતિ હોવી જોઈએ ભારત અને શ્રીલંકા વચ્ચે મુક્ત વેપાર કરારને કારણે ખાંડના નિર્યાતમાં ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. ચીન અને ઇન્ડોનેશિયા સાથેનો વેપાર પ્રતિકુળ સ્થિતિમાં છે. ચીન અને ઇન્ડોનેશિયા સૌથી વધુ ખાંડ ખરીદનાર દેશો છે આ પૃષ્ઠભૂમિ પર ઈસ્માએ ખાંડની નિર્યાત કરવા માટે ય લેવડદેવડની યોગ્ય નીતિઓ લાગુ કરવાની આવશ્યકતા વ્યક્ત કરી છે. દરમ્યાન વાણિજ્ય મંત્રી શ્રી. સુરેશ પ્રભુએ કહ્યું કે ખેડૂતોની કૃષિ સામગ્રી વૈશ્વિક બજારમાં પહોંચે તે માટે નિર્યાતને પ્રોત્સાહન આપવામાં આવશે. યુરોપિયન દેશોમાં દસ હજાર ટન ખાંડની નિર્યાત કરવામાં આવશે કેન્દ્ર સરકારે આ સીઝનમાં દસ હજાર ટન ખાંડની નિર્યાતને મંજૂરી આપી છે. વિદેશી વેપાર મહાસંચાલનના નિયામકશ્રીએ આ વિષે અધિસુચના જારી કરી છે. ખાંડ માટે 20% નિકાસ વેરો લાગુ પડે છે. જો કે, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, ખાંડને ચોક્કસ ક્વોટા હેઠળ યુરોપિયન દેશોમાં નિર્યાત કરવામાં આવશે અને તેના માટે વેરો લાગુ પડશે નહીં. દરમિયાન, એવો અંદાજ કરવામાં આવ્યો છે કે દેશમાં ખાંડનું ઉત્પાદન આ વર્ષે (2017-18) 24.5-25 મિલિયન ટન રહેશે. ગયા વર્ષની સિઝનમાં ખાંડનું ઉત્પાદન 20.17 મિલિયન ટન હતું. સંદર્ભ- એગ્રોવન ઓક્ટોબર 17
5
0