સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દ્રાવ્ય ખાતર 13-0-45 ના ફાયદા !
ખેડૂત મિત્રો દ્રાવ્ય ખાતર 13-0-45 ને પોટેશિયમ નાઇટ્રેટ તારીખે પણ ઓળખે છે.
પોટેશિયમના ઉચ્ચસ્તરો સાથે નાઈટ્રેટ સ્વરૂપમાં નાઈટ્રોજન જે છોડને ત્વરિત ઉપલબ્ધ કરાવે છે.
• છોડની પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની ગ્રહણ ક્ષમતા વધારે .
• છોડના ફળ બેસવાથી માંડીને ફળ વિકાસના તબક્કા સુધી ખૂબ જ અતિ મહત્વપૂર્ણ .
• વધતા ફળનો આકાર , કદ અને વજન સુધારે તથા ગુણવત્તા વધારે .
• બિન સાનુકૂળ વાતાવરણમાં અપરિપક્વ અને વિકસતા ફળોને ખરતા અટકાવે .
• ક્લોરીન અને સોડિયમ રહિત ખાતર જે મૂળ પાસે જમા થતો ક્ષાર અટકાવે અને છોડના વિકાસમાં મદદરૂપ થાય .
• પાંદડાઓ પર છંટકાવ અને ટપક પદ્ધતિ થી ફર્ટીગેશન દ્વારા વાપરવા ભલામણ .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.