AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દૈનિક 167 રૂપિયાની બચત અને મેળવો સારી રિફંડ, જાણો દમદાર સ્કીમ વિષે !
સમાચારGSTV
દૈનિક 167 રૂપિયાની બચત અને મેળવો સારી રિફંડ, જાણો દમદાર સ્કીમ વિષે !
👉 દરેક લોકો પૈસાદાર બનવાનું સ્વપ્ન જોતા હોય છે પરંતુ પૈસાદાર બનવું આસાન નથી. ઓછી સેલરીવાળા માટે આ કોઇ સ્વપ્નથી ઓછું નથી. જોકે તેઓનું આ સ્વપ્ન સાકાર થઇ શકે છે. હંમેશા લોકો વિચારે છે કે ઓછા રોકાણથી વધારે લાભ નહીં થાય. પરંતુ શું તમે જાણો છો કે દૈનિક 167 રૂપિયાનું રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો? આ સંભવ છે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા. ચાલો જાણીએ ઓછા રોકાણમાં કરોડપતિ બનવાનું સ્વપ્ન કેવી રીતે પૂર્ણ થશે? 👉 SIPમાં લાંબા સમયગાળા માટે રોકાણની સલાહ એટલા માટે આપવામાં આવે છે, જેથી રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો લાભ મળી શકે. જો કોઈ રોકાણકાર 15થી 20 વર્ષ માટે રોકાણ કરે છે, તો અંતમાં રકમમાં વધારો થવાનો દર વધુ હોય છે અને તેનાથી તેમને સારું રિટર્ન મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કર્યા પછી જરૂરી નથી કે તમે એક ચોક્કસ સમય સુધી જ રોકાણ કરો. આ રોકાણને તમે જ્યારે ઇચ્છો રોકી શકો છો. આમ કરવા પર કોઈ પેનલ્ટી નહીં લાગે. આટલા વર્ષમાં બની જશો કરોડપતિ 👉 જો તમે દૈનિક 167 રૂપિયાની બચત કરો છો, તો તે મહિને 5000 રૂપિયા થશે તમને દર મહિને 5000 રૂપિયા સારા મ્યૂચ્યુઅલ ફંડની સ્કીમમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે SIP દ્વારા રોકાણ કરવું પડશે. જો તમારો પોર્ટફોલિયો વાર્ષિક 12 ટકા રિટર્ન આપે છે, તો તમે 28 વર્ષમાં 1.4 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો. જ્યારે 30 વર્ષમાં તમારું રોકાણ 1.8 કરોડ રૂપિયા અને 35 વર્ષમાં તમે 3.24 કરોડ રૂપિયાના માલિક બની શકો છો. 👉 અમે તમને અહીં આવા જ કેટલાક ફંડની જાણકારી આપી રહ્યા છે, જેમાં SIP દ્વારા 100થી 500 રૂપિયા મિનિમમ રોકાણ કરી શકાય છે. 👉 ICICI પ્રૂ ટેક્નોલોજી ફંડ 👉 5 વર્ષમાં રિટર્ન: 26.32 ટકા 👉 SIP માટે મિનિમમ રકમ: 100 રૂપિયા 👉 લોન્ચ ડેટ: 1 જાન્યુઆરી 2013 👉 લોન્ચ પછીથી રિટર્ન: 22.45 ટકા 👉 એસેટ: 938 કરોડ (30 નવેમ્બર 2020) 👉 એક્સપેન્સ રેશ્યો: 1.91 ટકા (31 ઓક્ટોબર 2020) 👉 SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડ 👉 5 વર્ષમાં રિટર્ન: 22.33 ટકા 👉 SIP માટે મિનિમમ રકમ: 500 રૂપિયા 👉 લોન્ચ પછીથી રિટર્ન: 20.31 ટકા 👉 એસેટ: 367 કરોડ (30 નવેમ્બર 2020) 👉 એક્સપેન્સ રેશ્યો: 1.69 ટકા (31 ઓક્ટોબર, 2020) 👉 SIP દ્વારા તમે કોઇ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમમાં એકસાથે રોકાણની જગ્યાએ દર મહિને ચોક્કસ રકમ રોકાણ કરી શકો છો. આ રકમ 100 રૂપિયા મહિના પણ હોઇ શકે છે. તમારી ઇન્કમ ઓછી છે, તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણનો લાભ લઇ શકો છો. તેના દ્વારા લાંબા સમયગાળામાં સારું રિટર્ન મેળવી શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
7
અન્ય લેખો