કૃષિ વાર્તાએગ્રોવન
દેશમાં પાણીનો પુરવઠો માત્ર 29%
નવી દિલ્હી: દેશમાં ગરમીના કારણે મુખ્ય જળાશયોમાં ઉપલબ્ધ પાણીના સંગ્રહેલા જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલમાં દેશના 98 જળાશયોમાં 46.513 અબજ ઘન મીટર (બીસીએમ) પાણીનો અનામત જથ્થો છે, જે આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના 29% છે. રાષ્ટ્રીય જળ સમિતિ મુજબ, આ વર્ષે કુલ 12.5% પાણીનો પુરવઠો અને છેલ્લા દસ વર્ષમાં સરેરાશ 3.0% પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે.
ગયા વર્ષની સરખામણીમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભારતમાં પાણીનું સ્તર ઊંચું છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો છે. હિમાચલ પ્રદેશના ઉત્તરી ભાગો,પંજાબ, અને રાજસ્થાન રાજ્યોમાં ગયા વર્ષે જળાશયોમાં પાણીનો પુરવઠો માત્ર 20% જ હતો. જ્યારે આ વર્ષે 29% પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. દેશમા પૂર્વીય ભાગો ઝારખંડ, ઓડિશા, પશ્ચિમબંગાળ અને ત્રિપુરામાં માત્ર 40% પાણીનો પુરવઠો જ છે. આ જ ગાળામાં ગત વર્ષે, આ ચાર રાજ્યોમાં 42% પાણીના પુરવઠાનો સંગ્રહ થયો હતો. હાલમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં 20% પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. ગયા વર્ષે, આ સમયગાળા દરમિયાન 17% પાણીનો પુરવઠો ઉપલબ્ધ હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં, 21% જથ્થો ઉપલબ્ધ છે. ગયા વર્ષે આ સમય દરમિયાન 28% જથ્થો ઉપલબ્ધ હતો. જે આ વર્ષે 7% જેટલો ઘટ્યો છે. મધ્ય ભારતમાં, ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢના જળાશયોમાં પાણીનો 29% જથ્થો જોવા મળ્યો છે. સંદર્ભ – એગ્રોવૉન, એપ્રિલ 14, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
15
0
અન્ય લેખો