AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દેશમાં નાળિયેરનું ઉત્પાદન ચાર વર્ષમાં સૌથી ઓછું, વધ્યા ભાવો
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
દેશમાં નાળિયેરનું ઉત્પાદન ચાર વર્ષમાં સૌથી ઓછું, વધ્યા ભાવો
દેશમાં નાળિયેરના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી નાળિયેર અને નાળિયેર તેલની કિંમતોમાં વધારો થઈ શકે છે. સરકારી માહિતી અનુસાર, નાળિયેરનું ઉત્પાદન વર્ષ 2018-19માં 10 ટકા ઘટીને ચાર વર્ષના તળિયે પહોંચ્યું છે. વિશ્વમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન ભારતમાં થાય છે.
ઓછા ઉત્પાદનને કારણે નાળિયેરના ભાવ ગત વર્ષની તુલનામાં બમણા 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તે જ સમયે, નાળિયેર તેલના ભાવ પણ નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા અંદાજ મુજબ, 2018-19માં નાળિયેરનું ઉત્પાદન ઘટીને 213.84 કરોડ એકમમાં રહ્યું છે, જ્યારે 2017-19માં નાળિયેરનું ઉત્પાદન 237.98 કરોડ એકમ હતું. અહીં એક એકમ નો મતલબ નાળિયેરનો એક ટુકડો દર્શાવે છે. નાળિયેરના ઉત્પાદનમાં ઘટાડો થવાનું સૌથી મોટું કારણ હવામાનમાં પરિવર્તન છે. ઉત્પાદક વિસ્તારો, ખાસ કરીને કેરળમાં હવામાનમાં ધરખમ પરિવર્તન આવ્યું હતું. દેશના કુલ નાળિયેર ઉત્પાદનમાં કેરળ, તમિળનાડુ અને કર્ણાટકનો 85% હિસ્સો છે. તે જ સમયે, કર્ણાટકમાં ઓછા વરસાદને કારણે જીવાતોનો પ્રકોપ વધ્યો છે. પરિણામે, નાળિયેરની ઉપજમાં 31 ટકાનો ઘટાડો થયો છે. સંદર્ભ - ઇકોનોમિક ટાઇમ્સ, 14 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
123
1