AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દેશમાં આર્મી વોર્મના હુમલાથી પાકને ગંભીર અસર
કૃષિ વાર્તાએગ્રોવન
દેશમાં આર્મી વોર્મના હુમલાથી પાકને ગંભીર અસર
નવી દિલ્હી: કૃષિ પ્રધાન, પુરુષોત્તમ રૂપાલાએ રાજ્ય સભામાં જણાવ્યું હતું કે ખરીફ મોસમમાં આર્મી વોર્મ તરીકે ઓળખાતા જંતુઓએ દેશમાં 84 હજાર 486 હેકટર મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું છે. રવિ પાકની મોસમમાં ઈયળ અવસ્થાની જીવાત દ્વારા ગંભીર અસર થઈ છે અને આર્મી વોર્મે શેરડી અને જુવારના પાક પર આક્રમણ કર્યું છે. રૂપાલાએ એવું પણ કહ્યું હતું કે, "કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં આર્મી વોર્મથી વધારે નુકશાન થયું હતું . આ જીવાત કર્ણાટકમાં આશરે 81,000 હેકટર પાકને અસર કરી છે. આફ્રિકામાં ઉપ-સહારા વિસ્તારમાં આ આર્મી વોર્મના હુમલાના કારણે ગયા વર્ષે અનાજની ભારે તંગી ઊભી થઈ હતી.
જૂનમાં, કર્ણાટકના ચિકકાબલ્લપુર જિલ્લાના વૈજ્ઞાનિકોને આ જંતુઓ મળી આવ્યા હતા. અહીં એ સમયે મકાઈની ખેતીમાં 70% વધારો થયો હતો. કૃષિ મંત્રાલયે અને રાજ્ય સરકારે કીટકનાશકો અને કીટકને નિયંત્રિત કરવા માટેની સામગ્રી ખેડૂતોને પૂરી પાડી હતી. સંદર્ભ - અગ્રોવન, 24 ડિસેમ્બર 2018
16
0