કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
દેશભરમાં ખેડૂતો 16 મે ના દિવસે મનાવશે સન્માન દિવસ
કોરોના વાયરસને રોકવા માટે, દેશવ્યાપી લોકડાઉન દેશના ખેડુતોને સૌથી વધુ નુકશાન થઇ રહ્યું છે. લોકડાઉનને કારણે ખેડુતોના ફળો અને શાકભાજી તેમજ દૂધ અને અન્ય પાક જેવા કે ઘઉં, ચણા, વગેરેને નીચા ભાવે વેચવા મજબુર બન્યા છે. આટલું બધું થયું હોવા છતાં પણ, દેશના ખેડુતો રોગચાળાને પહોંચી વળવા અડીખમ ઉભા રહ્યા છે સાથે ખેતી કામ પણ ચાલુ રાખ્યું છે. તેથી સમગ્ર દેશમાં 250 થી વધુ ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતાં અખિલ ભારતીય ખેડૂત સંગ સમિતિ (એઆઇકેએસસીસી) એ 16 મે ના રોજ કિસાન સન્માન દીવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે._x000D_ એઆઈકેએસસીસીના કન્વીનર વી.એમ.સિંહે જણાવ્યું હતું કે, 16 મે, 2020 ના રોજ સવારે 9 વાગ્યે કિસાન સન્માન દીવસની ઉજવણી કરવામાં આવશે. આ સમય દરમિયાન સામાજિક અંતર રાખીને, ખેડૂતો તેમના ઘરની છત પર, આંગણા પર અથવા તેમના ખેતરો માં ઉભા રહીને રાષ્ટ્રધ્વજ અથવા કોઈપણ કૃષિ મશીન 5 થી 10 મિનિટ સુધી જોઈ એકબીજાને સન્માન માં ગર્વથી કહો કે - હું ખેડૂત છું._x000D_ લોકડાઉનમાં પણ ખેડૂતો એ કર્યું સમ્માનિત કામ:_x000D_ વી.એમ.સિંહે કહ્યું કે કોરોના જેવી મહામારીના સમયમાં પણ ખેડૂત દેશ માટે અનાજનું ઉત્પાદન કરે છે, જેથી કોઈ ભૂખ્યા ન રહે. તેમણે કહ્યું કે લોકડાઉનની સાથે સાથે દેશના ખેડુતો કમોસમી વરસાદ વિરુદ્ધ ખેડૂત લડત આપી રહ્યા છે. ખેડુતોને ટામેટાં, ડુંગળી વગેરે શાકભાજી નજીવા ભાવે વેચવા પડે છે જ્યારે કેરી અને કેળાના પાકને કમોસમી વરસાદ ને કારણે ભારે નુકસાન થયું છે. _x000D_ _x000D_ સંદર્ભ : આઉટલુક એગ્રીકલ્ચર 13 મે 2020_x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
407
0
અન્ય લેખો