કૃષિ વાર્તાGSTV
દેશનું પ્રથમ ઑટોમૅટિક હાયબ્રીડ ટ્રેક્ટર : 50 ટકા ઈંધણની થશે બચત !
👉 ભારતના ખેતરોમાં હવે ઇકો ફ્રેન્ડલી ટ્રેક્ટર દોડશે. Proxectoએ ભારતનું પ્રથમ હાઇબ્રિડ ટ્રેક્ટર લોન્ચ કર્યો છે. આ ટ્રેક્ટર સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે. જેમાં બેટરી પણ નથી. અંદાજે 2 ડઝન ફિચર્સથી સજ્જ આ ટ્રેક્ટર જેવા બીજા કોઇ ટ્રેક્ટર હાલ ઇન્ડસ્ટ્રીમાં નથી. નવેમ્બર 2019માં આ V tractorને એક અગ્રીટેક ઇવેન્ટમાં પ્રથમ વખત વિશ્વ સામે રજૂ કરવામાં આવ્યો. જર્મનીમાં આ ઇવેન્ટનું આયોજન થયું હતુ, ત્યારથી આ ટ્રેક્ટરના લોન્ચ થવાની રાહ જોવાઇ રહી હતી. ટ્રેક્ટરમાં શાનદાર ફિચર્સ 👉 આ ટ્રેક્ટરમાં બે ડઝન ફિચર એવા છે, જેનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. આ એકમાત્ર હાઇબ્રિડ ટ્રેક્ટર છે, જેમાં બેટરી નથી. તે ડીઝલ અને સીએનજી બંને પર ચાલી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા પછી આ ટ્રેક્ટરને બાદમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં પણ સહેલાઇથી કન્વર્ટ કરી શકાય છે. આ દેશનું પ્રથમ એવુ ટ્રેક્ટર છે, જે ફુલ ઓટોમેટિક છે. આ ટ્રેક્ટરમાં કંપનીએ ઓલ વ્હીલ ઇલેક્ટ્રિક ડ્રાઇવ (AWED) તકનીકનો ઉપયોગ કર્યો છે. AWED Technologyના કારણે તમામ વ્હીલ ઇલેક્ટ્રિક ડ્રાઇવ કરે છે, જેના કારણે ડ્રાઇવિંગ પણ મજેદાર છે. તેમાં ક્લચ અને ગિયર નથી, માત્ર ફોરવર્ડ, ન્યૂટ્રલ અને રીવર્સ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઈંધણનો વપરાશ પણ અડધો 👉 કંપનીએ આ ટ્રેક્ટરના બે મોડલ રજૂ કર્યા છે. તેના 50 S1 ડીઝલ હાઇબ્રિડ મોડલ સામાન્ય ટ્રેક્ટરની સરખાણમીમાં 28 ટકા ઓછું ડીઝલનો ઉપયોગ કરે છે. S 2 CNG Hybrid મોડલ અંદાજે 50 ટકા સુધી ઓછું ઈંધણ ખર્ચ કરે છે. તેમાં હાઇટ એડજસ્ટમેન્ટ સાથે તમામ પૈડામાં ઇન્ડિપેન્ડેન્ટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. કેટલી છે કિંમત 👉 તેના બેઝ મોડલ HAV S1 50HPની કિંમત 9.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ વેરિઅન્ટ HAV S1+ 50HPની કિંમત 11.99 લાખ રૂપિયા હશે. તેમાં એર કન્ડિશનિંગ કેબિન હશે. આ ઉપરાંત કંપનીએ HAV S1 45HPને પણ લોન્ચ કર્યો છે, જેની કિંમત 8.49 લાખ રૂપિયા છે. કંપની 10 વર્ષ માટે લિમિટેડ પ્રોડક્ટ વોરન્ટી પણ આપી રહી છે. 30 મેથી બુકિંગ શરૂ 👉 સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટર મેડ ઇન ઇન્ડિયા છે. તે સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે કારણ કે તેમાં બેટરીનો ઉપયોગ નથી થયો. આ ટ્રેક્ટરની પ્રથમ સીરીઝ HAV S1 બજારમાં આવી ગઇ છે. તેની બુકિંગ 30 મેથી શરૂ થઈ રહી છે. બુકિંગ અમાઉન્ટ 10 હજાર રૂપિયા છે અને તે રિફન્ડેબલ પણ છે. પહેલાથી બુક્ડ HAV tractorની ડિલિવરી ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ જશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
2
સંબંધિત લેખ