AgroStar
દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં દોડશે 160 કિમી !
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં દોડશે 160 કિમી !
📢 એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ઈવી સ્ટાર્ટઅપ પીએમવી ઈલેક્ટ્રિક દેશની સૌથી સસ્તી કાર ઈએએસ-ઈ(EaS-E) આગામી જુલાઈ માસમાં લોન્ચ કરી શકે છે. કંપનીની વેબસાઈટ પર જઈને કારનું બુકિંગ કરી શકો છો. લોન્ચ થનારી કારને ઇકો-ફ્રેન્ડલી કારની અંતર્ગત ડિઝાઇન કરવામાં આવી છે. યુઝર્સને તેમાં 10 kWhની લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી મળશે જેને 3 kW AC ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. સિંગલ ચાર્જમાં 160 કિમી દોડશે 📢 કંપનીનો દાવો છે કે EAS-e ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જ પર 160 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. યૂઝર્સ આવનારી કારને ચાર કલાકથી ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ કરી શકે છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે કારની બેટરી સેલ 5-8 વર્ષ સુધી આરામથી ચાલશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
46
8
અન્ય લેખો