દૂધ ઉત્પાદન વધુ મેળવવા માટે ઉપાય !
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
દૂધ ઉત્પાદન વધુ મેળવવા માટે ઉપાય !
પશુપાલક મિત્રો, આપણે સૌ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે અવનવી દવા કે ખાણ દાણ ભરમાર કરતાં હોઈએ છીએ. પણ આજ ના પશુ પાલન લેખ માં સાવ સરળ ખર્ચ માં કેવી રીતે વધુ દૂધ મેળવી શકીયે તે માટે આદર્શ વ્યવસ્થા વિષે સમજાવ્યું છે. દૂધ વધારવા માટે નો એક નુસખો આ મુજબ છે ( એક પશુ માટે ) એક પશુ માટે. 1. 800 ગ્રામ મકાઈ ભેડકુ. 2. 40 મિલી તેલ. ( ઉનાળામાં તલનું તેલ અને શિયાળામાં સરસનું તેલ ) 3. 4 ગ્રામ મેથી 4. 2 ગ્રામ અજમો 5. 3 ગ્રામ શતાવરી ઉપરની તમામ વસ્તુ લોખંડનાં તગારામાં ગરમ કરી શેકી પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યારે ઉતારી લેવું. ( પાણી 5 લિટર અથવા જરૂરિયાત મુજબ ) 6. 40 ગ્રામ મીઠુ. 7.150-200 ગ્રામ ગોળ ( મીઠું અને ગોળ ઠારી ને આપવું ) નોંધ : - કડવો લીમડો અઠવાડિયે એક વાર ખવડાવો ( જેથી કૃમિ ( ચરમ ) નાં થાય ) પશુનું રહેઠાણ સ્વચ્છ રાખવું હાલ ઠંડી થી બચાવવું. * 15-20 દિવસ પછી પશુના દૂધમાં ધીમે ધીમે વધારો જોવા મળશે. આ ઉપરાંત, રહેઠાણ ને ચોખ્ખું રાખવું. મિનરલ મિક્સર ખવડાવવું ( દિવસમાં ૫૦ થી ૬૦ ગ્રામ ) પાણી વધુ ને વધુ પીવડાવવું. નોંધ : શક્ય હોય તો આ ખોરાક આપતા પહેલા એક વાર પશુડોક્ટર જોડે વિચાર વિમર્શ કરવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
32
26
અન્ય લેખો