કૃષિ વાર્તાસંદેશ
'દુષ્કાળ' ના ભણકારા !! શું ખેડૂતોને મળશે મદદ ?
પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજનાના સ્થાને ગુજરાતમાં અમલમાં રહેલી કિસાન સહાય યોજનાની હવે ખરી પરીક્ષા થશે. નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થાય અથવા 31 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય અને આ સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો તેને અનાવૃષ્ટી અર્થાત દુષ્કાળનું જોખમ ગણવા કહેવાયુ છે. 31 ઓગસ્ટને આડે હવે માંડ થોડા દિવસો રહ્યા છે.
ખેડૂતોને યોજના હેઠળ રૂપિયા એક લાખ સુધીનું વળતર ઝડપથી મળે અને ખેતી રવી પાક માટે આગળ વધે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના 251 માંથી 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ છે.
CM કિસાન સહાય યોજના હેઠળ ખરીફ વાવેતરમાં 33 થી 60 ટકા પાક નુકશાન થયુ હોય તો ચાર હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટરે ₹20,000 અને 60 ટકાથી વધુમાં પ્રતિ હેક્ટરે 25,000 એમ કૂલ ₹ 80,000 થી એક લાખ સુધીની સહાય મળવા પાત્ર છે.
હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે દુષ્કાળ જાહેર કરે છે અને ખેડૂતો માટે ક્યારે સહાય જાહેર કરશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : સંદેશ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.