AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, જાણો શું છે તેની ખાસિયત !
આંતરરાષ્ટ્રીય કૃષિTV 9 ગુજરાતી
દુનિયાની સૌથી મોંઘી શાકભાજી, જાણો શું છે તેની ખાસિયત !
સામાન્ય રીતે તમે બજારમાં મળતી તમામ શાકભાજીઓ વિશે જાણતા હશો, પરંતુ આજે અમે તમને જણાવીશું એવી કેટલીક એવી શાકભાજી વિશે જે આખી દુનિયામાં સૌથી મોંઘા ભાવે વેચાઈ છે. લા બોનેટ બટાકા: 🥔 લે બોનોટ એ વિશ્વનો સૌથી મોંઘા બટાકા છે, જે બિસ્કેની ખાડીમાં લે ડી નોઇરમાઉટીયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. તેની ખેતી રેતાળ જમીનમાં કરવામાં આવે છે. આ બટાકાનો ઉપયોગ પ્યુરી, સલાડ, સૂપ અને ક્રિમ બનાવવા માટે કરી શકાય છે. હોપ શૂટ : તે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી પૈકી એક છે. જેને હોપ શૂટ તરીકે ઓળખવામાં આવે છે. જો આ શાકભાજીની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો તે 1000 યુરો પ્રતિ કિલો છે. ભારતીય બજારમાં તેની કિંમત 80,000 રૂપિયા પ્રતિ કિલો છે. યમશિતા પાલક : 🥬 આ શાકભાજી પાલક જેવી દેખાઈ છે. તેની કિંમતની વાત કરીએ તો એક કિલો પાલકનો ભાવ 13 ડોલર છે. તાઇવાન મશરૂમ : 🍄 તાઇવાની મશરૂમ પણ સૌથી મોંઘી શાકભાજી પૈકી એક છે. તેની કિંમત 80,000 પ્રતિ પીસ છે. આ મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ગુલાબી કોબી : 🥬 આ શાકભાજી કોબી જેવી લાગે છે, જે એકદમ સુંદર લાગે છે. તેમાં મળતા પોષક તત્વો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે વિશ્વની સૌથી મોંઘી શાકભાજીમાંની એક છે. તેની કિંમત આશરે એક કિલોનો ભાવ 10 ડોલર છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
11