AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દુધાળા પશુઓમાં સમયસર આઉના રોગનું નિયંત્રણ કરો
પશુપાલનએગ્રોવન
દુધાળા પશુઓમાં સમયસર આઉના રોગનું નિયંત્રણ કરો
મસ્ટાઈટીસ (આઉનો રોગ) મસ્ટાઈટીસ એટલે આઉનો સોજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોતા ,આઉનો સોજો શારીરિક, રાસાયણિક અને જૈવિક કારણોને લીધે થાય છે અને સાથે જ આ રોગમાં ગાય અને ભેંસ દૂધ આપવાનું ઓછુ અથવા સંપૂર્ણપણેે બંધ કરી દે છે. આ રોગ માત્ર આઉના સોજા સુધી મર્યાદિત નથી રહેતો પરંતુ તે થોડા સમયગાળા માટે પ્રાણીને અનુત્પાદક બનાવે છે અને જો સમયસર પશુુઓનો ઈલાજ ન થાય તો તેઓ કાયમી સ્વરૂપે તેમની પ્રજનન ક્ષમતા ગુમાવી દે છે, જેથી આર્થિક નુકસાન થઇ શકે છે. આ રોગ માટે નિવારક પગલાં લેવા જરૂરી છે. તે માટે પશુના રહેઠાણનું વ્યવસ્થાપન કરવું
રોગ અટકાવવા લેવામાં આવતા પગલાં પશુઓના રહેઠાણમાં સ્વચ્છતા રાખવી ગાયનું રહેઠાણ અને આસપાસની જગ્યા સમય સમય પર જંતુનાશક પદાર્થોથી સાફ કરવું જોઈએ. છાણ એકત્રિત કરવા માટે ખોદેલો ખાડો ગાયના રહેઠાણના 50 મીટર દુર હોવો જોઈએ. જો કોઇ પ્રાણી ચેપ લાગ્યો હોય તો તેને અન્ય પ્રાણીઓથી દૂર રાખવી જોઈએ. તે પ્રાણીને છેલ્લે દોહવુંં જોઈએ. પ્રાણીઓની સફાઈ દરરોજ પ્રાણીઓની સફાઈ કરીને અથવા તેમને નવડાવવાથી, તેમના શરીર પર ધૂળ અને છાણ દૂર થાય છે. તેથી સ્વચ્છ દૂધ ઉત્પાદન થાય છે. રક્ત પ્રવાહ સુધારે છે. દોહન કરતા પહેલાં, આઉને પાણીથી ધોઈ નાખો અને સ્વચ્છ કપડાથી લુછી નાખો. આઉ ધોવા માટે પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કરો. દોહન યંત્રની સફાઈ જો દોહન માટે દોહન યંત્રનો ઉપયોગ કરવામાં આવે, તો તેને સમયસર સાફ કરવું જોઈએ. દોહન પદ્ધતિ પશુઓનું દૂધ દોહવા માટે સંપૂર્ણ હાથ પદ્ધતિનો ઉપયોગ કરો. જો દોહન અંગૂઠાથી અથવા ચપટી સાથે કરવામાં આવે છે, તો તે પશુઓના આઉને નુકસાન પહોંચાડી શકે છે. ઘાને ચેપ લાગી શકે છે. યોગ્ય રીતે ગાભણ પશુઓને દોહવાનું બંધ કરવું પ્રાણીને સૂકવવાનો અર્થ તે દૂધને દોહવાનું બંધ કરવું. આ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 8 મા મહિનામાં કરવામાં આવે છે. ઉચ્ચ દૂધ ઉત્પન્ન કરનારા પશુઓને સૂકવવા માટે દોહન અચાનક બંધ ન કરવું જોઈએ. આવા કિસ્સાઓમાં આઉના રોગની શક્યતા વધી જાય છે. સંદર્ભ- એગ્રોવન 4 ઓક્ટોબર 17
81
0