AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલી તેલની નિકાસ 8.75% ઘટી
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
દિવેલી તેલની નિકાસ 8.75% ઘટી
ઘરેલું બજારમાં ઊંચા ભાવોના કારણે દિવેલી તેલની નિકાસ ઘટી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20 માં, દિવેલી તેલની નિકાસ 8.75 ટકા ઘટીને 45,897 ટનજ થઈ છે. અધિકારી એ જણાવ્યું હતું કે, આ સમયે દિવેલી તેલમાં ચીનનો નિકાસ સોદો 1720 થી 1730 ડોલર પ્રતિ ટનના દરે થઈ રહયો છે.એક મહિનામાં એક ટને આશરે 20 થી 30 ડૉલરનો વધારો થયો છે. ઓછા ઉત્પાદનના કારણે, છેલ્લા વર્ષ કરતાં કુલ નિકાસ ઓછો હોવાના અંદાજ મુજબ બજારમાં દિવેલા બીજની ઉપલબ્ધતા અગાઉના વર્ષ કરતાં ઓછી છે.
ભારતના સાલવેટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ, 2018-19ના નાણાકીય વર્ષમાં દિવેલી તેલની નિકાસમાં 13.82 ટકા ઘટીને 5.61 લાખ ટન થઈ છે. ઉદ્યોગ મુજબ, વર્ષ 2018-19માં દિવેલા બીજનું ઉત્પાદન ઘટીને 11.27 લાખ ટન હોવાનો અનુમાન છે જયારે અગાઉના વર્ષમાં 14.33 લાખ ટન ઉત્પાદન થયું હતું. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 25 મે, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
30
0