AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલા પાક માં સુકારાનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલા પાક માં સુકારાનું નિયંત્રણ !
દિવેલાનાં પાકમાં ફ્યુઝેરીયમ પ્રકારની ફૂગથી થતો છોડનો સુકારો અને મેક્રોફોમીના પ્રકારની ફુગથી થતો મૂળનો કોહવારો જેવા રોગોનું પ્રમાણ વધારે પ્રમાણ માં જોવા મળે છે. સામાન્ય રીતે બિનપિયત પાકમાં અને પિયત પાકમાં પણ ચોમાસાનો વરસાદ ખેંચાય ત્યારે પિયત ન આપી શકાય તો મેક્રોફોમીનાથી થતો મૂળનો કોહવારો વધારે પ્રમાણમાં જોવા મળે છે. સુકારાનું નિયંત્રણ : • પાકની ફેરબદલી કરવી. • સુકારા સામે રોગ પ્રતિકારક જાતો નું વાવેતર કરવું હિતાવહ છે. • સુકારા થી અસરગ્રસ્ત રોગવાળા છોડને ઉપાડી નાશ કરવો. • પાણી ભરાઇ રહેતું હોય તેવા ખેતરમાં એરંડાનું વાવેતર ન કરવું . • 5 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા હારજેનીયમ ફુગના બીજાણુનું મિશ્રણ કરી વાવણી સમયે પુરતો ભેજ હોય ત્યારે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
32
7