AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલા ની ડોડવા કોરી ખાનાર ઈયળ ! 
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
દિવેલા ની ડોડવા કોરી ખાનાર ઈયળ ! 
👉અત્યારે મોટાભાગના ખેડૂતોના દિવેલા માળ આવવાની કે ફૂલો બેસવાની શરુઆત થઇ ગઇ છે. 👉 આ સમય દરમ્યાન ડોડવા કોરી ખાનાર ઇયળ પાસ-પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હઘાર વડે જોડી, જાળું બનાવી અને તેમા રહીને વિકસતા દાણાને કોરી ખાય છે. 👉ઇયળ અગ્ર ટોચને પણ કોરે છે. આ ઇયળ માટે હાલમાં કોઇ રાસાયણિક દવાની ભલામણ ઉપલબ્ધ નથી પરંતું ખેડૂતો બેસીલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરિયા બેઝીઆના, રોગ પ્રેરક ફૂગ આધારિત પાવડર ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી શકે છે. 👉 દિવેલામાં ઘોડિયા ઈયળને અટકાવો https://youtu.be/hIYBiq-tLhQ સંદર્ભ :એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
11