AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 દિવેલામાં સુકારાનો પ્રશ્ન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલામાં સુકારાનો પ્રશ્ન અને નિયંત્રણ
👉આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકના કોઈપણ અવસ્થામાં જોવા મળે છે. ખાસ કરીને ઓક્ટોબર થી ફેબ્રુઆરી માસ દરમિયાન આ રોગની તીવ્રતા વધે છે. શરૂઆતમાં, છોડના ટોચના પાંદડા પીળા થવા લાગે છે અને પછી કિનારીઓ પરથી આછા બદામી રંગના થઈને વળી પડતા જાય છે. રોગની ગંભીરતામાં, છોડની ખોરાક અને પાણી લઇ જતી વાહિનીઓ અટકતી હોવાથી આખો છોડ સુકાઈ જાય છે. 👉આ રોગના નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવાના હોય છે. ખાસ કરીને કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઇડ 50% ડબલ્યુજી) 50 ગ્રામ પ્રતિ પંપ અને હુમિક પાવર 20 ગ્રામ પ્રતિ પંપ બંને દવાઓને મિશ્રિત કરીને રોગગ્રસ્ત છોડની આસપાસની જમીનમાં આપવાથી ફંગસના પ્રસરને રોકી શકાય છે. આ ઉપચારથી છોડના મૂળના વિકાસમાં સુધારો થાય છે અને રોગની તીવ્રતા ધટે છે. સમયસર ઉછેર અને નિયંત્રણ દ્વારા પાકને નાશથી બચાવીને સારી ગુણવત્તાની અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
6
0
અન્ય લેખો