AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલામાં માળ આવતાં પહેલા આવતી કેટલીક ઈયળો અને તેનું નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલામાં માળ આવતાં પહેલા આવતી કેટલીક ઈયળો અને તેનું નિયંત્રણ !
• મોટાભાગના ખેડૂતાના દિવેલા અત્યારે વાનસ્પતિક વૃધ્ધિની સ્થિતિમાં હશે. • પાકની શરુઆતની અવસ્થાએ બિહાર હેરી કેટરપીલર, રેડ હેરી કેટરપીલર અને પાન ખાનાર ઇયળ જેવી ઇયળો કે પાનને નુકસાન કરી છોડ ઝાખરા જેવો બનાવી દે છે. • ઘોડિયા ઇયળ કે જે ખૂબ જ મોટી હોવાથી તરત જ દેખાઇ આવે તેવી હોય છે. આ ઇયળ પણ જો કોઇ પગલાં લેવામાં ન આવે તો જોત જોતામાં છોડને પાન વગરનો બનાવી દેતી હોય છે. • કેટલાક વિસ્તારમાં સ્લગ કેટર પીલરની ઇયળ કે જેને અડતા ખંજવાળ આવે તે પણ જોવા મળે છે. • પાન કોરિયું પાનની અંદર રહી બોગદુ બનાવી પાનને સુકવી નાંખે છે. • વિવિધ ઇયળો પૈકી પાન ખાનાર ઇયળ અને ઘોડિયા ઇયળનો ઉપદ્રવ સવિષેશ રહે છે. • જે ખેડૂતોએ ૧૫ ઓગષ્ટ પછી વાવણી કરી હશે તેવા પાકમાં ઘોડિયા ઇયળનો ઉપદ્રવ ઓછો હશે. • કૃષિ યુનિ.ની એક ભલામણ અનુસાર જો છોડ ઉપર ૪ કે તેથી વધારે ઘોડિયા ઇયળનું પ્રમાણ હોય તો દવાનો છંટકાવ કરવો ખૂબ જરુરી બની જાય છે. • પાન ખાનાર ઇયળની ફૂંદી સમૂંહમાં પાનની નીચે ઇંડા મૂંકતી હોવાથી સહેલાઇથી નજરે ચઢી જતા હોવાથી તેવા પાન ઇંડા સહિત તોડી લઇ નાશ કરતા રહેવું. • મોટી ઇયળોને હાથથી પકડી લઇ નાશ કરતા રહેવું. • ખેતરમાં એકાદ પ્રકાશ પિંજર અવશ્ય ગોઠવવું. • જીવાણૂં આધરિત દવા “બીટી પાવડર” ૦.૭૫૦ થી ૧ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. • પાન ખાનારી ઇયળ માટે વિષાણૂં આધારિત દવા “એસએનપીવી” ૨૫૦ ઈયળ એકમ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. • લીમડા આધારિત દવાઓ ૧૦ મિલિ (૧% ઇસી / ૧૦૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી / ૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. • જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુંસાર આવી ઇયળો માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સ્પીનોસેડ ૪૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેંઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર ૧૫ દિવસના આંતરે છંટકાવ કરવો. વિડીયો માં જોવા માટે ક્લિક કરો https://youtu.be/yFYTxVUZn68 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
1