ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલામાં ધોડિયા ઈયળ
🐛દિવેલામાં અત્યારે પાકમાં જોવા મળતો પ્રશ્ન એટલે ધોડિયા ઈયળ જે ચાલે ત્યારે ઘોડી બનાવીને ચાલતી હોવાથી તે “ઘોડિયા ઇયળ” તરીકે ઓળખવામાં આવે છે. આ ઇયળનો ઉપદ્રવ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમ્યાન સવિશેષ રહેતો હોય છે. નાની ઈયળો પાનને કોરે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. ઇયળ ખૂબ જ ખાઉધરી હોવાથી ક્યારેક દિવેલાની માળ અને ડોડવાને પણ કોરી ખાય છે. આ ઇયળનું પુખ્ત કિટક લિમ્બુ વર્ગના ફળનો રસ ચૂસીને નુકસાન કરે છે.
🐛ઉપાય શું?
- ઓગષ્ટના પ્રથમ પખવાડીયા કરેલ વાવણીમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહેશે.
- પાન ખાનાર ઇયળની ફૂદી જથ્થામાં પાનની નીચે ઈંડા મૂકતી હોય છે, આવા દેખાતા ઈંડાના સમૂહ અને -
પ્રથમ અવસ્થાની ઇયળોનાં સમૂહને પાન સહીત તોડી નાશ કરવા.
- પુખ્ત ફૂદીંઓને આકર્ષવા માટે ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવા.
🐛આ ઇયળોનાં અસરકારક નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ %એસસી ૪ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ %એસસી ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેંઝોએટ ૫ %ડબલ્યુજી ૬ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર ૧૫ દિવસના આંતરે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.