ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલાના પાકમાં થ્રીપ્સનું નુકસાન અને નિયત્રણ
👉આ જીવાત પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે, અને તેની બંને પાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે. બચ્ચાં પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહીને તેમના મુખાંગ વડે પાન પર ઘસરકા પાડી રસ ચૂસે છે, જેના કારણે પાનનું રસબળ ઘટે છે અને પાન કોકડાઈ જાય છે. આ કારણે છોડની વૃદ્ધિ અને પાકની ઉત્પાદન ક્ષમતા ઘટે છે.
👉નિયંત્રણ માટે ઉપાય
જીવાતના નિયંત્રણ માટે 80% ફિફ્રોનીલ ઘટક ધરાવતી એગ્રોનીલ 80 દવા 5 ગ્રામ/પંપ સાથે 5 મિલી સ્ટીકર મિશ્રણ કરીને છંટકાવ કરવો. આ દવા છાંટવાથી જીવાતનું પ્રભાવશાળી નિયંત્રણ થાય છે, અને છોડને ફ્રેશ અને તંદુરસ્ત રાખવામાં સહાય મળે છે.
👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!