AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલાના પાકને ઘોડિયા ઇયળ અને પાન ખાનાર ઇયળથી બચાવો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલાના પાકને ઘોડિયા ઇયળ અને પાન ખાનાર ઇયળથી બચાવો
દિવેલાની ખેતી ભારતભરમાં કરવામાં આવે છે. કેટલાક વિસ્તારમાં મગફળી અને કપાસમાં આંતરપાક તરીકે પણ દિવેલા કરવામાં આવે છે. દિવેલામાં વાનસ્પતિક વૃધ્ધિકાળ દરમ્યાન ચૂસિયાં પ્રકારની જીવાત ઉપરાંત ઘોડિયા ઇયળ અને પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.
ઘોડિયા ઇયળ ચાલે ત્યારે ઘોડી બનાવીને ચાલે છે જેથી તેને “ઘોડિયા ઇયળ” કહેવામાં આવે છે. આ ઇયળ ઉપર જૂદા જૂદા રંગના પટ્ટા/ડાઘા જોવા મળે છે. ઘોડીયા ઈયળની નાની ઈયળો પાનને કોરે છે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. આ ઇયળ ને ખાઉધરી ઈયળ પણ કહેવામાં આવે છે. વધુ ઉપદ્રવ હોય તો દિવેલાની માળ અને ડોડવાને પણ કોરી ખાય છે. આ ઇયળનું પુખ્ત કિટક લિમ્બુ વર્ગના ફળનો રસ ચૂસીને નુકસાન કરે છે. ઉનાળામાં આ ઇયળ બોરડીના પાન ખાઇને જીવે છે. _x000D_ પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ની નાની ઈયળો સમુહમાં પાનની નીચે રહીને પાનનો લીલો ભાગ કોરે છે. જયાં સફેદ ધાબુ પડે છે. ઈયળો મોટી થતાં છૂટી પડી પાન, ટોચ અને ડોડવા પણ કોરી ખાય છે. _x000D_ સંકલિત વ્યવસ્થાપન:_x000D_ o દિવેલાની વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડીયા પછી કરેલ હશે તેમાં ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહેશે._x000D_ o પુખ્ત ફૂદીંઓને આકર્ષવા માટે ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવવા. _x000D_ o પાન ખાનાર ઇયળની મોજણી માટે તેના ૫ ફેરોમોન ટ્રેપ ખેતરમાં અવશ્ય ગોઠવવા._x000D_ o પાન ખાનારી ઇયળના પુખ્ત માદા દ્રારા પાન ઉપર મુકાતા ઈંડાંના સમૂહ તેમ જ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. _x000D_ o મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો. _x000D_ o બેસિલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાવડર 1 થી 1.5 કિ.ગ્રા. પ્રતિ _x000D_ હેક્ટરે છંટકાવ કરવો._x000D_ o પાન ખાનારી ઇયળનું ન્યુકિલઅર પોલીહેડ્રોસીસ વાયરસ (એસએનપીવી) 250 ઈયળ એકમ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. _x000D_ o દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે. કીટકભક્ષી પક્ષીઓને આકર્ષવાનાં નુસખા અપનાવવા. _x000D_ o ઉપદ્રવની શરુઆતે લીમડાના બીના મીંજ માંથી બનાવેલ 5% નું દ્રાવણ અથવા લીમડાના પાનમાંથી બનાવેલ 10% નું દ્રાવણ અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ 10 મિલી (1 % ઇસી) થી 40 મિલિ (0.15% ઇસી)નો છંટકાવ કરવો._x000D_ o દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળની સંખ્યા છોડ દીઠ 4 થી વધુ હોય તો જ જંતુનાશકોનો છંટકાવ કરવો._x000D_ " ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
183
0