AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલાના પાકનું ઉત્પાદન વધારવા માટેની ચાવીઓ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલાના પાકનું ઉત્પાદન વધારવા માટેની ચાવીઓ !
- પાકની વાવણી માટે ભલામણ કરેલ જાતોના પ્રમાણિત બીજનો જ ઉપયોગ કરવો, - સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોની વાવણી માટે પસંદગી કરવી. - બીજને વાવટા પેહલા બીજજન્ય અને જમીનજન્ય રોગોથી છોડને રક્ષણ માટે ફુગનાશક બાવીસ્ટીન ૧ ગ્રામ અથવા વીટાવેક્ષ ૩ ગ્રામ પ્રતિ એક કિલો પ્રમાણે બીજને પટ આપી વાવણી કરવી. - બિનપિયત ખેતી માટે જુલાઈ માસમાં અને પિયત ખેતી માટે ઓગસ્ટના બીજા પખવાડિયા દરમિયાન વાવણી કરવી. - વાવણી ભલામણ કરેલ અંતરે બીજ થાણીને જ કરવી. - વાવણી પછી ૧૫ દિવસમાં ખાલા પુરી દેવા તથા એક ખામણે એક જ છોડ રાખવો. - પાકને શરૂવાતમાં ૪૫ થી ૬૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો અને જરૂરિયાત મુજબ આંતર ખેડ કરવી. - ફૂલ અવસ્થાએ પાણીની ખેંચ પડવી જોઈએ નહિ, આ અવસ્થાએ પાણીની ખેંચ પડવાથી માળમાં નર ફૂલોનું પ્રમાણ વધે છે, જેથી ઉત્પાદન ઘટે છે. - છોડમાં માળો પીળી પડી ૧૫- ૨૦ % ગાંગડા પાકે ત્યારે સમયસર માળોની કાપણી કરવી. મોડી કાપણી કરતા ગાંગડા ખરી પડે છે. અને નવી માળો ફૂટવામાં વિલંબ થતા ઉત્પાદન ઘટે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
1