યોજના અને સબસીડીVTV ન્યૂઝ
દિવાળી સુધી મફત અનાજ જોઈએ તો ફટાફટ કરી લો આ કામ !
પીએમએ કહ્યું કે ગયા વર્ષે કોરોના સંકટ દરમિયાન દેશના 80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 8 મહિના માટે મફત રાશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યોજના મે-જૂન 2021 સુધી લંબાવાઈ. હવે પીએમ ગરીબ કલ્યાણ યોજના દિવાળી સુધી લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરજી પ્રક્રિયા : જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો સૌ પ્રથમ તમારે કોઈ પણ બેંકમાં તમારું ખાતું ખોલવું પડશે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવું જરૂરી છે. આ ફોર્મ દ્વારા, સરકારને ખબર પડશે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે. આ પછી, જો તમે ગામમાં રહો છો તો તમારે ગ્રામ પંચાયતમાં જવું પડશે અને તમારું નામ નોંધાવવું પડશે. જો તમે શહેરમાં રહો છો તો તમારે પાલિકામાં જવું પડશે અને સંપર્ક કરવો પડશે. આ યોજનામાં ગરીબ વર્ગના લોકો રાશનકાર્ડ વિના પણ મફત અનાજ લઈ શકે છે. વધુ માહિતી માટે જુઓ ઉપર આપેલ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
2
સંબંધિત લેખ